________________
[ ૧૩૪ ]
શ્રી શયપણીય સૂત્ર
હે પ્રદેશી ! આ ચતુર્વિધ છાઘસ્થિક જ્ઞાન દ્વારા, તમારા તે પ્રકારના અધ્યવસાય યાવતું મનોગત વિચારોને હું જાણું છું અને જોઉં છું. વિવેચનઃ
કેશીકુમાર શ્રમણ ચાર જ્ઞાનના ધારક હતા. જૈનાગમોમાં શ્રી નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અહીં પણ સૂત્રકારે જ્ઞાનનું વિસ્તૃત વર્ણન નંદીસૂત્ર અનુસાર જાણવાનો સંકેત કર્યો છે. નંદીસૂત્રના તે પાંચજ્ઞાનનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છેમતિજ્ઞાન- પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થનું જે જ્ઞાન થાય તેમજ ચાર પ્રકારની બુદ્ધિરૂપ જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાન-શ્રુત એટલે સાંભળવું. સાંભળીને કાનથી અને ઉપલક્ષણથી સર્વ ઇન્દ્રિયો દ્વારા જે અક્ષર-અક્ષર આદિ રૂપે જ્ઞાન થાય તેને અને લૌકિક કે લોકોત્તર શાસ્ત્રરૂપ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. અવધિજ્ઞાન- ઇન્દ્રિય કે મનની સહાયતા વિના, સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થોનું ક્ષેત્ર આદિની મર્યાદાપૂર્વક જે જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહે છે. મન ૫ર્યવ જ્ઞાન- સંજ્ઞી જીવોના મનોગત ભાવોને અર્થાત્ મનરૂપે પરિણત મનોવર્ગણાને જોઈને જે જ્ઞાન થાય તેને મન:પર્યવજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન– સમસ્ત દ્રવ્યોને તથા ત્રણે કાળને તેમજ ત્રણે લોકને જે જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે.
પ્રથમના ચાર જ્ઞાન છદ્મસ્થ જીવોને હોય છે. તે ચારે જ્ઞાન કેશીસ્વામીને હતા. તેઓએ મન:પર્યવ જ્ઞાનથી પ્રદેશ રાજાના મનોગત ભાવોને જાણી લીધા હતા. કેશીશ્રમણ અને પ્રદેશી રાજાનો સંવાદ - ५० तए णं से पएसी राया केसि कुमार-समणं एवं वयासी- अहं णं भंते ! इहं उवविसामि ? पएसी ! साए उज्जाणभूमीए तुमंसि चेव जाणए । ભાવાર્થ - ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને પૂછયું- હે ભગવન્! હું અહીં આપની પાસે બેસું? કેશીસ્વામી- હે પ્રદેશી! આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે, અહીં બેસવું કે ન બેસવું તે તારી મરજીની વાત છે. ५१ तए णं से पएसी राया चित्तेणं सारहिणा सद्धिं केसिस्स कुमारसमणस्स अदूरसामंते उवविसइ, केसिकुमारसमणं एवं वयासी- तुब्भे णं भंते ! समणाणं णिग्गंथाणं एसा सण्णा, एसा पइण्णा, एसा दिट्ठी, एसा रुई, एस हेऊ, एस उवएसे, एस संकप्पे, एसा तुला, एस माणे, एस पमाणे, एस समोसरणे, जहा अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं? ભાવાર્થ :- ત્યાર પછી પ્રદેશ રાજા ચિત્ત સારથિની સાથે કેશીકુમાર શ્રમણની પાસે બેઠા અને પછી કેશીકુમાર શ્રમણને પૂછ્યું