________________
[ ૧૩૪ ]
શ્રી શયપણેણીય સૂત્ર
5
.
કેશીકુમાર શ્રમણ છે. તેઓ જાતિસંપન યાવતું મતિજ્ઞાનઆદિ ચાર જ્ઞાનના ધારક છે. તેઓ અધો અવધિજ્ઞાન– પરમાવધિથી કંઈક ન્યૂન અવધિજ્ઞાનથી સંપન્ન છે અને જીવ તથા શરીરને ભિન્ન માનનારા છે.
ત્યારે આશ્ચર્યચકિત થઈને પ્રદેશી રાજાએ ચિત્ત સારથિને કહ્યું- હે ચિત્ત ! તું શું કહે છે? ખરેખર આ પુરુષ અધો અવધિજ્ઞાન સંપન્ન છે અને જીવ તથા શરીરને ભિન્ન માનનારા છે? ચિત્ત- હા સ્વામી ! આ અધોઅવધિજ્ઞાન સંપન્ન અને શરીર તથા જીવને ભિન્ન માનનારા છે. પ્રદેશી– હે ચિત્ત ! તો શું તે પુરુષ અભિગમનીય છે અર્થાતુ આ પુરુષ ઓળખાણ કરવા યોગ્ય છે? શું તેની પાસે જઈને બેસવું જોઈએ? ચિત્ત– હા સ્વામી ! તે અભિગમનીય છે. પ્રદેશી– ચિત્ત ! તો પછી શું આપણે તે પુરુષની પાસે જઈશું? ચિત્ત! હા, સ્વામી ! આપણે તે પુરુષ પાસે જઈએ.
४७ तए णं से पएसी राया चित्तेण सारहिणा सद्धिं जेणेव केसी कुमार-समणे तेणेव उवागच्छइ, केसिस्स कुमारसमणस्स अदूरसामंते ठिच्चा एवं वयासीतुब्भे णं भंते ! आहोहिया, अण्णजीविया ?
तए णं केसी कुमारसमणे पएसि रायं एवं वयासी- पएसी ! से जहाणामए अंकवाणिया इ वा संखवाणिया इ वा दंतवाणिया इ वा सुकं भंसिउंकामा णो सम्म पंथं पुच्छइ । एवामेव पएसी ! तुब्भे वि विणयं भसेउकामो णो सम्म पुच्छसि । से णूण तव पएसी ! ममं पासित्ता अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- जड्डा खलु भो ! जड्ड पज्जुवासति जाव पवियरित्तए । से णूणं पएसी ! अढे समत्थे ? हंता ! अस्थि । ભાવાર્થ:- ત્યાર પછી પ્રદેશ રાજા ચિત્ત સારથિની સાથે કેશીકુમાર શ્રમણ જ્યાં બિરાજમાન હતા ત્યાં આવ્યા અને કેશીકુમાર શ્રમણથી થોડે દૂર(ન અતિ નજીક ન અતિ દૂર) રહીને પૂછ્યું- હે ભગવાન! શું આપ આધોવધિજ્ઞાની છો ? શું આપ અન્યજીવિક છો ?(શરીરથી જીવને ભિન્ન માનનારા છો ?)
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું- હે પ્રદેશી ! જેમ કોઈ અંકવણિક(અંકરત્નનો વેપારી), શંખવણિક, દંતવણિક, રાજ્યનો કર ન દેવાનાં વિચારથી એટલે કે રાજ્યના કરમાંથી છટકી જવા માટે કોઈને સીધો માર્ગ પૂછતા નથી પરંતુ આડાઅવળા માર્ગે ચાલે છે. એવી રીતે હે પ્રદેશી ! તમે પણ વિનય પ્રતિપત્તિ ન કરવાની ભાવનાથી પ્રેરિત થઈને મને શિષ્ટતાથી કે નમ્રતાથી પૂછતા નથી. હે પ્રદેશી ! મને જોઈને શું તને આવા વિચારો આવ્યા હતા કે આ જડ લોકો જ જડની ઉપાસના કરે છે યાવતુ હું મારી જ ભૂમિમાં સ્વેચ્છાપૂર્વક ફરી શકતો નથી. હે પ્રદેશી ! શું મારું આ કથન સત્ય છે?
પ્રદેશ- હા. આપનું આ કથન સત્ય છે અર્થાત્ મારા મનમાં એવો વિચાર આવ્યો હતો. ४८ तए णं से पएसी राया केसि कुमारसमणं एवं वयासी-सेकेणटेणं भंते! तुझंणाणे वा दसणे वा जेणं तुब्भं मम एयारूवं अज्झत्थिय जाव संकप्पं समुप्पण्णं जाणह पासह? ભાવાર્થ - ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવાન! આપને એવું કયું જ્ઞાન