________________
| બી વિભાગઃ પ્રદેશી રાજા
| ११७ ।
હાથી પર બેસીને રથ, શિબિકા, પાલખી દ્વારા કે પગે ચાલતા લોકોના ટોળેટોળા જઈ રહ્યા છે?
આ પ્રમાણે વિચાર કરીને ચિત્ત સારથિએ પોતાના દ્વારપાળને બોલાવીને પૂછ્યું કે હે દેવાનુપ્રિય ! આજે શ્રાવસ્તી નગરીમાં શું ઇન્દ્ર મહોત્સવ છે કે વાવત સાગર મહોત્સવ છે કે જેથી ઘણા ઉગ્રવંશી, ભોગવંશી લોકો યાવત્ જઈ રહ્યાં છે? |१४ तए णं से कंचुइपुरिसे केसिस्स कुमारसमणस्स आगमण-गहियविणिच्छए चित्तं सारहिं करयलपरिग्गहियं जाव वद्धावेत्ता एवं वयासी- णो खलु देवाणुप्पिया! अज्ज सावत्थीए इंदमहे इ वा जाव सागरमहे इ वा; जंणं इमे बहवे उग्गा भोगा जाव विंदाविंदएहिं णिग्गच्छति । एवं खलु भो देवाणुप्पिया ! पासावचिज्जे केसी णाम कुमारसमणे जाइसंपण्णे जाव गामाणुगामं दूइज्जमाणे इहमागए जाव विहरइ, तं णं अज्ज सावत्थीए णयरीए बहवे उग्गा जाव इब्भपुत्ता अप्पेगइया वंदणवत्तियाए जाव महया वंदावंदएहिं णिग्गच्छति । ભાવાર્થ :- ત્યાર પછી કંચકી પરુષે તપાસ કરીને કેશીકમાર શ્રમણ પધાર્યા છે. તેવા પાકા સમાચાર મેળવીને બંને હાથ જોડી પ્રણામ કરી, જય-વિજય શબ્દોથી વધાવીને ચિત્ત સારથિને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય! આજે શ્રાવસ્તી નગરીમાં ઇન્દ્ર મહોત્સવ યાવત સમુદ્ર મહોત્સવ નથી અને તે માટે આ ઘણા ઉગ્રવંશી આદિ લોકોના ટોળેટોળા જઈ રહ્યા નથી પરંતુ હે દેવાનુપ્રિય ! જાતિ સંપન્ન એવા પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કેશીકુમાર શ્રમણ ગામેગામ વિહાર કરતાં આજે અહીં પધાર્યા છે અને કોષ્ટક ઉદ્યાનમાં બિરાજી રહ્યા છે. તેથી આજે શ્રાવસ્તી નગરીના ઘણા ઉગ્રવંશી લોકો યાવત ઇભ્યવંશી પુત્રો આદિ વંદના કરવાના વિચારથી મોટા-મોટા સમુદાય રૂપે ભેગા મળીને પોતાના ઘરેથી નીકળી રહ્યા છે. १५ तए णं से चित्ते सारही कंचुइपुरिसस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुढे जाव कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउघट आसरहं जुत्तामेव उवट्ठवेह जाव सच्छत्तं उवट्ठवेति । ભાવાર્થ :- ત્યાર પછી ચિત્ત સારથિ કંચુકી પુરુષ પાસેથી કેશીકુમાર શ્રમણના આગમનની વાત સાંભળીને, તેને અવધારીને હર્ષવિભોર થયા યાવત કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીધ્ર ચાર ઘંટવાળો અશ્વરથ જોડીને હાજર કરો યાવત કર્મચારી પુરુષો છત્ર સહિત અશ્વરથને જોડીને લાવ્યા. १६ तए णं से चित्ते सारही पहाए जाव सुद्धप्पावेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिए अप्पमहग्घाभरणालंकियसरीरे जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरुहइ सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महया भडचडगर- विंदपरिखित्ते सावत्थीए णगरीए मज्झंमज्झेणं ग्गिच्छइ, णिग्गच्छित्ता जेणेव कोट्ठए उज्जाणे जेणेव केसिकुमारसमणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता केसिकुमार-समणस्स अदूरसामंते तुरए णिगिण्हइ, रहं ठवेइ, ठवित्ता पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव केसिकुमारसमणे तेणेव उवागच्छइ,