________________
૧૧૬ ]
શ્રી રાયપસણીય સૂત્ર
બ્રહ્મચર્યની ગતિ. જ્ઞાન-દર્શન-ચારિત્ર તે ત્રણની આરાધના, બાર પ્રકારના તપ, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ. ૫+૧૦+૧+૧૦+૯+૩+૧૨+૪ = ૭૦ ચરણગુણો છે. ચિત્ત સારથિ દ્વારા વ્રત ગ્રહણ :|१२ तए णं सावत्थीए णयरीए सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउमुह-महापहपहेसु महया जणसद्दे इ वा जणवूहेइ वा जणबोलेइ वा जणकलकलेइ वा जणउम्मीइ वा जणुक्कलियाइ वा जणसण्णिवाएइ वा जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ - ત્યાર પછી (કેશી કુમાર શ્રમણના શ્રાવસ્તીમાં આગમન પછી) નગરીના ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિકમાં, ચાર રસ્તા ભેગા થતાં હોય તેવા ચોકમાં, ઘણા રસ્તા ભેગા થતાં હોય તેવા ચત્રો, ચારે બાજુ દ્વાર હોય તેવા ચતુર્મુખોમાં, રાજમાર્ગોમાં અને શેરીએ શેરીઓમાં લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા, એકત્રિત થયેલા લોકોનો અવ્યક્ત અવાજ થવા લાગ્યો, લોકોનો કલકલ અવાજ થવા લાગ્યો. તરંગમાંથી તરંગ ઉઠે તેમ માણસોના ટોળેટોળા નીકળવા લાગ્યા, નાના-નાના સમુદાયમાં લોકો એકઠા થવા લાગ્યા. જુદા-જુદા સ્થાનમાં લોકોની ભીડ જામવા લાગી થાવત જનસમૂહ કેશીકુમાર શ્રમણના દર્શન કરી, તેમને વંદન, નમસ્કાર કરી, પર્યાપાસના કરવા લાગ્યો. |१३ तए णं तस्स सारहिस्स तं महाजणसइंच जाव सुणेत्ता य पासेत्ता य इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-किं णं अज्ज सावत्थीए णयरीए इंदमहे इ वा, खंदमहे इ वा, रुद्दमहे इ वा, मउंदमहे इ वा, सिवमहे इ वा, वेसमणमहे इ वा, णागमहे इवा, जक्खमह इवा,भूयमहे इवा,थूभमहं इवा,चंइयमह इवा,रुक्खमह इवा, गिरिमहे इ वा, दरिमहे इ वा, अगडमहे इ वा, णईमहे इ वा, सरमहे इ वा, सागरमहे इ वा, जं णं इमे बहवे उग्गा उग्गपुत्ता भोगा राइण्णा इक्खागा णाया कोरव्वा एवं जहा उववाइए तहेव जाव अप्पेगइया हयगया गयगया रहगया सिवियागया संदमाणियागया अप्पेगइया पायचार विहारेण महया-महया वंदावंदएहिं णिग्गच्छति, एवं संपेहेइ, संपेहित्ता कंचुइज्जपुरिसं सद्दावेइ, सहावित्ता एवं वयासी
किं णं देवाणुप्पिया ! अज्ज सावत्थीए णगरीए इंदमहे इ वा जाव सागरमहे इ वा जं णं इमे बहवे उग्गा भोगा जाव णिग्गच्छति ? ભાવાર્થ :- લોકોની વાતચીતનો કોલાહલ સાંભળીને તથા જનસમૂહને જોઈને ચિત્ત સારથિને આ પ્રકારનો વિચાર આવ્યો કે આજે શ્રાવસ્તી નગરીમાં શું ઇન્દ્ર મહોત્સવ છે? કે અંદ(કાર્તિકેય) મહોત્સવ છે? કે રૂદ્ર મહોત્સવ, મુકુન્દ મહોત્સવ, શિવ મહોત્સવ, વૈશ્રમણ-કુબેર મહોત્સવ, નાગ મહોત્સવ, યક્ષ મહોત્સવ, ભૂત મહોત્સવ, સ્તૂપ મહોત્સવ, ચૈત્ય મહોત્સવ, વૃક્ષ મહોત્સવ, ગિરિ મહોત્સવ, દરિ(ગુફા) મહોત્સવ, કૂપ મહોત્સવ, નદી મહોત્સવ, સર(તળાવ) મહોત્સવ કે સાગરના નિમિત્તે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે? કે જેથી ઘણા ઉગ્રવંશી લોકો, ઉગ્રવંશી કુમારો, ભોગવંશી લોકો, રાજન્યવંશી, ઇક્વાકુવંશી, જ્ઞાતવંશી કૌરવવંશી લોકો વગેરે વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું ભાવતુ કેટલાક લોકો ઘોડા પર,