________________
[ ૧૧૪]
શ્રી રાયપસણીય સૂત્ર
વિવેચન :
સામાન્યરૂપે ખંડિયા રાજા ઉપરી રાજાને ભેટ મોકલે પણ ઉપરી રાજા ખંડિયા રાજાને ભેટ મોકલતા નથી, પરંતુ ખંડિયા રાજા બળ, સેના વધારી માથું ઊંચકવાનો પ્રયત્ન ન કરે તે માટે તે રાજ્યની ગુપ્ત માહિતીઓ, તેની સેનાદિની તપાસ કરવા, ઉપરી રાજા પોતાના વિશ્વાસુ માણસને ભેટ લઈ મોકલે છે. તે રીતે જ પ્રદેશી રાજાએ ચિત્ત સારથિને ભેટ આપવા જિતશત્રુ રાજા પાસે મોકલ્યા હતા. શ્રાવસ્તીમાં કેશી શ્રમણનું પદાર્પણ:११ तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे केसी णाम कुमारसमणे जातिसंपण्णे कुलसंपण्णे बलसंपण्णे रूवसंपण्णे विणयसंपण्णे णाणसंपण्णे दंसणसंपण्णे चरित्तसंपण्णे लज्जासंपण्णे लाघवसंपण्णे लज्जालाघवसंपण्णे ओयसी तेयसी वच्चसी जसंसी जियकोहे जियमाणे जियमाए जियलोहे जियणिद्दे जिइंदिए जियपरीसहे जीवियासमरणभयविप्पमुक्के;
तवप्पहाणे गुणप्पहाणे करणप्पहाणे चरणप्पहाणे णिग्गहप्पहाणे णिच्छयप्पहाणे अज्जवप्पहाणे मद्दवप्पहाणे लाघवप्पहाणे खंतिप्पहाणे गुत्तिप्पहाणे मुत्तिप्पहाणे विज्जप्पहाणे मतप्पहाणे बभप्पहाणे वेयप्पहाणे णयप्पहाणे णियमप्पहाणे सच्चप्पहाण सोयप्पहाणे णाणप्पहाणे दंसणप्पहाणे चरित्तप्पहाणे; ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्त- विउल-तेउलेस्से चउद्दसपुव्वी चउणाणोवगए;
___ पंचहि अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुटिव चरमाणे गामाणुगाम दुइज्जमाणे सुहसुहेणं विहरमाणे जेणेव सावत्थी णयरी जेणेव कोट्ठए चेइए तेणेव उवागच्छइ, सावत्थी णयरीए बहिया कोट्ठए चेइए अहापडिरूवं उग्गह उगिण्हइ, उगिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणं विरहइ। ભાવાર્થ :- કાળે, તે સમયે પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય પરંપરાના, કૌમાર્યાવસ્થામાં દીક્ષિત થયેલા કેશીકુમાર નામના શ્રમણ ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા. તેઓ ઉત્તમ માતૃકુળવાળા હોવાથી જાતિ સંપન્ન હતા, ઉત્તમ પિતૃપક્ષવાળા હોવાથી કુલ સંપન્ન હતા, ઉત્તમ સંહનનવાળા હોવાથી બલસંપન્ન હતા, સર્વોત્કૃષ્ટ શારીરિક સૌંદર્યવાળા હોવાથી રૂ૫ સંપન્ન હતા, વિનય સંપન્ન(યુક્ત), જ્ઞાન સંપન્ન, દર્શન-શ્રદ્ધા સંપન્ન, ચારિત્ર-સંયમ સંપન્ન હતા, પાપકારી કાર્યો કરવામાં લજ્જા અનુભવતા હોવાથી લજ્જા સંપન્ન હતા, અભિમાન રહિત હોવાથી લાઘવ સંપન્ન હતા, લજ્જા-લાઘવ ઉભય સંપન્ન હતા. તેઓ મનોતેજ તથા આત્મતેજથી સંપન્ન હોવાથી ઓજસ્વી હતા, શારીરિક કાંતિથી દેદીપ્યમાન હોવાથી તેજસ્વી હતા, આદેય વચનના ધારક હોવાથી વર્ચસ્વી અને તેમની યશોગાથા ચારે બાજુ ફેલાયેલી હોવાથી યશસ્વી હતા.
ક્રોધાદિ પર જય મેળવેલો હોવાથી તેઓ જિતક્રોધી, જિતમાની, જિતમાયી, જિતલોભી હતા, નિદ્રા અને ઇન્દ્રિયોને વશ કરેલા હોવાથી તેઓ જિતનિદ્ર અને જિતેન્દ્રિય હતા, પરીષહોથી ચલાયમાન ન