________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૧૩ ]
ત્યાર પછી આયુધ અને પ્રહરણોથી સુસજ્જિત ઘણા પુરુષોને સાથે રાખીને, કોરંટ પુષ્પોની માળાઓથી વિભૂષિત છત્રને ધારણ કરી, હથિયારધારી મહાસુભટો સાથે પોતાના ઘેરથી નીકળ્યા અને રાજમાર્ગ ઉપરથી પસાર થઈને, રસ્તામાં વચ્ચે બહુ લાંબા નહીં તેવા અને સુખરૂપ રાત્રિ નિવાસ તથા શિરામણી વગેરે પ્રાતઃકાર્ય કરી શકાય, તેવા પડાવો કરતા કેટયાર્ધદેશમાંથી કુણાલાદેશ અને તેની રાજધાની શ્રાવસ્તી નગરી સમીપે પહોંચ્યા. નગરીના રાજમાર્ગ દ્વારા શ્રાવસ્તી નગરીમાં પ્રવેશીને જિતશત્રુ રાજાના રાજમહેલની ઉપસ્થાન શાળામાં આવીને તેણે ઘોડાની લગામ ખેંચી રથને ઊભો રાખ્યો અને પોતે રથમાંથી નીચે ઉતર્યા. તે મોટી ભેટ હાથમાં લઈને, આત્યંતર ઉપસ્થાન શાળામાં જ્યાં જિતશત્રુ રાજા બેઠા હતા ત્યાં આવીને હાથ જોડી પ્રણામ કરીને, જય-વિજયના શબ્દથી રાજાને વધાવીને તે મહામૂલ્યવાન ભેટ અર્પણ કરી. | ९ तए णं से जियसत्तू राया चित्तस्स सारहिस्स तं महत्थं जाव पाहुडं पडिच्छइ, चित्तं सारहिं सक्कारेइ सम्माणेइ पडिविसज्जेइ रायमग्गमोगाढं च से आवासं दलयइ । ભાવાર્થ - જિતશત્રુ રાજાએ ચિત્ત સારથિની તે મહામૂલ્યવાન ભેટનો સ્વીકાર કરીને, તેના સત્કારસન્માનાદિ કર્યા અને ચિત્ત સારથિને ઉતારા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો મહેલ આપ્યો. १० तए णं से चित्ते सारही विसज्जिए समाणे जियसत्तुस्स रण्णो अंतियाओ पडि-णिक्खमइ, जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, चाउग्घंटं आसरहं दुरुहइ, सावत्थि णयरिं मज्झंमज्झेणं जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ, तुरए णिगिण्हइ, रहं ठवेइ, रहाओ पच्चोरुहइ, पहाए जावसद्धप्पावेसाई मंगल्लाइंवत्थाई पवरपरिहिए अप्पमहग्घाभरणालंकियसरीरे जिमियभुत्तत्तरागए वि य णं समाणे पुव्वावरण्हकालसमयंसि गंधव्वेहि य णाडगेहि य उवणच्चिज्जमाणे उवणच्चिज्जमाणे, उवगाइज्जमाणे, उवगाइज्जमाणे उवलालिज्जमाणे उवलालिज्जमाणे इढे सफरिसरसरूव-गंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणे विहरइ ।। ભાવાર્થ :- ત્યાર પછી ચિત્ત સારથિ જિતશત્રુ રાજા પાસેથી વિદાય લઈને, બહારની ઉપસ્થાન શાળામાં જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ ઊભો રાખ્યો હતો ત્યાં આવ્યા અને રથમાં આરૂઢ થઈને, શ્રાવસ્તી નગરીમાંથી પસાર થતા, રાજમાર્ગ ઉપર સ્થિત પોતાના ઉતારે આવ્યા. ઉતારાનું સ્થાન આવી જતા તેણે ઘોડાની લગામ ખેંચીને રથને ઊભો રાખ્યો અને રથમાંથી નીચે ઉતરી, મહેલમાં જઈને સ્નાન કર્યુ ભાવ સ્વચ્છ માંગલિક વસ્ત્રો ધારણ કર્યા તથા અલ્પભારવાળા પણ મૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. જમીને પછી સિંહાસન ઉપર બેઠા. ત્રીજા પ્રહરે અર્થાતુ બપોરના નમતે છાંયે તેની સામે ગાંધર્વો મધુર ગીતો ગાવા લાગ્યા, કુશળ નર્તકો નૃત્ય કરવા લાગ્યા. આ રીતે વાજિંત્રોના સૂર સાંભળતાં, નૃત્યાદિને જોતાં વિલાસ કરતાં મનુષ્ય સંબંધી ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધતે પાંચ પ્રકારના માનુષિક સુખોનો અનુભવ કરતાં રહેવા લાગ્યા.