________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
[ ૯૧ ]
અંતર નદીઓના તટે આવીને સર્વ અંતરનદીઓનું પાણી તથા કિનારાની માટી આદિને ગ્રહણ કર્યા. ત્યાર પછી વક્ષસ્કાર પર્વત ઉપર આવીને ત્યાંના સર્વ તુવરાદિ પદાર્થો ગ્રહણ કર્યા.
ત્યાર પછી મેરુપર્વતના ભદ્રશાલવનમાં આવીને ત્યાંના સર્વ પ્રકારના તુવર, સર્વ પ્રકારના પુષ્પો, સર્વ પ્રકારના સુગંધી પદાર્થો, સર્વ પ્રકારની માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવ ગ્રહણ કર્યા. ત્યાર પછી નંદનવનમાં આવીને ત્યાંના તુવર, ઔષધિ, સરસવ તથા તાજું ગોશીર્ષ ચંદન ગ્રહણ કર્યું. ત્યાર પછી સોમનસવનમાં આવીને ત્યાંના તુવર, ઔષધિ, સરસવ, તાજુગશીર્ષ ચંદન અને દિવ્ય પુષ્પમાળાઓને ગ્રહણ કર્યા. ત્યાર પછી પંડક વનમાં આવીને ત્યાંના તુવર, ઔષધિ, સરસવ, ગોશીર્ષ ચંદન તથા દિવ્ય પુષ્પમાળાઓને ગ્રહણ કર્યા.
આ સર્વ વસ્તુઓ ગ્રહણ કરીને તે બધા આભિયોગિક દેવો એક સ્થાને ભેગા થઈને પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી સૌધર્મકલ્પના સુર્યાભવિમાનની અભિષેકસભામાં સૂર્યાભદેવ પાસે આવીને બે હાથ જોડી મસ્તક નમાવી જય-વિજયના શબ્દથી અભિવાદન કરી વિવિધ સ્થાનેથી લાવેલી મહાઅર્થવાળી, મહામૂલ્યવાન, મહાપુરુષને યોગ્ય તે ઇન્દ્રાભિષેક(મહાભિષેક)ની વિપુલ સામગ્રી ત્યાં મૂકી. १७४ तए णं तं सूरियाभं देवं चत्तारि सामाणियसाहस्सीओ, चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ, तिण्णि परिसाओ, सत्त अणियाओ, सत्त अणियाहिवइणो, सोलस आयरक्ख देवसाहस्सीओ, अण्णे वि बहवे सूरियाभविमाणवासिणो देवा य देवीओ य तेहिं साभाविएहि य वेउव्विएहि य वरकमलपइट्ठाणेहिं सुरभिवरवारिपडिपुण्णेहिं चंदणकयचच्चएहिं आविद्ध- कंठेगुणेहिं पउमुप्पलपिहाणेहिं सुकुमालकरयलपरिग्गहिए हिं अट्ठसहस्सेणं सोवण्णियाणं कलसाणं जाव अट्ठसहस्सेणं भोमिज्जाणं कलसाणं सव्वोदएहिं सव्वमट्टियाहिं सव्वतूयरेहिं सव्वपुप्फेहिं सव्वगंधेहिं सव्वमल्लेहि सव्वोसहि-सिद्धत्थएहिं य सव्विड्ढीए जाव णाइयरवेणं महया-महया इंदाभिसेएणं अभिसिंचति । ભાવાર્થ :- અભિષેક યોગ્ય બધી સામગ્રી આવી ગયા પછી ચાર હજાર સામાનિક દેવોએ, પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓએ, ત્રણ પરિષદના દેવ-દેવીએ, સાત સેના અને સાત સેનાધિપતિઓએ, સોળ હજાર આત્મરક્ષક દેવોએ તથા અન્ય સૂર્યાભવિમાનવાસી ઘણા દેવ-દેવીઓએ, તે સ્વાભાવિક અને વિકર્વિત, શ્રેષ્ઠ કમળો પર રાખેલા, સુગંધી ઉત્તમ પ્રકારના જળથી પરિપૂર્ણ, ચંદનનો લેપ કરેલા, કાંઠા ઉપર મંગલરૂપ નાડાછડી બાંધેલા, કમળો તેમજ ઉત્પલોથી ઢંકાયેલા, સુકુમાર કોમળ હસ્તથી ગ્રહણ કરાયેલા ૧૦૦૮ સુવર્ણ કળશો યાવતુ ૧૦૦૮ માટીના કળશોથી તથા સર્વ પ્રકારના જળ, સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારના કષાયેલા દ્રવ્યો, સર્વ પ્રકારના પુષ્પો, સર્વ પ્રકારના સુગંધી દ્રવ્યો, સર્વ પ્રકરની માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવોથી, ઋદ્ધિ વૈભવ સાથે વાજિંત્રોના ધ્વનિપૂર્વક સૂર્યાભદેવનો ઇન્દ્રાભિષેક (મહાભિષેક) કર્યો. વિવેચન :ઇલાયં :- ઇન્દ્રાભિષેક. પ્રથમ દેવલોકના ૩ર લાખ વિમાનના અધિપતિ ઇન્દ્ર શક્રેન્દ્ર છે. તે ૩૨ લાખ વિમાનમાંથી પ્રત્યેક વિમાનમાં તેના એક-એક અધિપતિ દેવ હોય છે. તે સર્વ શક્રેન્દ્રને અધિનસ્થ હોય છે. સૂર્યાભદેવ સુર્યાભવિમાનના અધિપતિ છે. અધિપતિ હોવાની અપેક્ષાએ તેના અધિપતિપણાના