________________
[ ૯૦ ]
શ્રી શયપણેણીય સૂત્ર
દેવોએ વિનયપૂર્વક તે આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ઈશાનકોણવર્તી દિભાગમાં જઈને વૈક્રિય સમુઘાત કરીને (૧) ૧૦૦૮ સુવર્ણમય કળશો (૨) ૧૦૦૮ ચાંદીમય કળશો (૩) ૧૦૦૮ મણિમય કળશો (૪) ૧૦૦૮ સુવર્ણચાંદીમય (૫) ૧૦૦૮ સુવર્ણ મણિમય (૬) ૧૦૦૮ ચાંદી મણિમય (૭) ૧૦૦૮ સુવર્ણ ચાંદી મણિમય (૮) ૧૦૦૮ માટીમ (૧૦૦૮ x ૮ = ૮૦૬૪) કળશોની રચના કરી.
તે જ રીતે ૧૦૦૦-૧૦૦૮ (૧) ઝારીઓ (૨) દર્પણ (૩) થાળો (૪) રકાબી જેવી તાંસળીઓ (૫) શૃંગારના સાધનો રાખવાની પેટીઓ (૬) વાતકારકો–વીંઝણાઓ (૭) વિવિધ પ્રકારના રત્નોની પેટીઓ (૮) ફૂલ, મોરપીંછ વગેરેની ચંગેરીઓ(છાબડીઓ) (૯) ફૂલના, મોરપીંછના પટલકો(ગુચ્છાઓ) (૧૦) સિંહાસનો (૧૧) છત્રો (૧૨) ચામરો (૧૩) તેલના, અંજન વગેરેના ડબાઓ (૧૪) ધ્વજાઓ (૧૫) ધૂપદાનીઓની રચના કરી.(આ સર્વ વસ્તુઓ ૧૦0૮-૧૦૦૮ની સંખ્યામાં બનાવી.)
આભિયોગિક દેવો સ્વાભાવિક અને વિકર્વિત કળશોથી ધૂપદાની સુધીની બધી વસ્તુઓ ગ્રહણ કરીને, સુર્યાભ વિમાનમાંથી બહાર નીકળીને, ઉત્કૃષ્ટ વેગવાળી ગતિએ તિર્થાલોકના અસંખ્યાત યોજનનું ક્ષેત્ર પસાર કરીને ક્ષીર સમુદ્ર સમીપે આવીને તેઓએ ક્ષીરસમુદ્રનું પાણી તથા ત્યાંના ઉત્પલ, પડ્યો, કુમુદ,નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક અને હજાર પાંખડીવાળા કમળોને ગ્રહણ કર્યા. ત્યાર પછી તેઓએ પુષ્કરોદક સમુદ્ર સમીપે આવીને ત્યાંથી પાણી, ઉત્પલ યાવતુ હજાર પાંખડીવાળા કમળો ગ્રહણ કર્યા. ત્યાર પછી ભરત-ઐરાવતક્ષેત્રમાં આવેલા માગધ, વરદામ અને પ્રભાસ તીર્થ સમીપે આવીને પાણી, માટી, તીર્થોદક તથા તીર્થધૂલીને ગ્રહણ કર્યા. ત્યાર પછી ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી મહાનદીઓના તટે આવીને તેઓએ ત્યાંથી પાણી અને બંને કિનારાની માટી ગ્રહણ કર્યા.
ત્યાર પછી ચુલ્લહિમવંત, શિખરી વર્ષધર પર્વત પર આવીને તેઓએ પર્વત ઉપરથી સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો, સર્વ પ્રકારના પુષ્પો, સર્વ પ્રકારના સુગંધિત પદાર્થો, સર્વ પ્રકારની માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવો ગ્રહણ કર્યા. ત્યાર પછી પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ સમીપે આવીને તેઓએ ત્યાંનું પાણી, ઉત્પલ કમળ યાવતુ હજારપાંખડીવાળા કમળો, ગ્રહણ કર્યા.
- ત્યાર પછી હેમવય-હરણ્યવતક્ષેત્રની રોહિતા, રોહિતાશા તથા સુવર્ણકૂલા, કૂલા નદીના તટે આવીને તેઓએ ત્યાંનું પાણી અને કિનારાની માટી ગ્રહણ કરી. ત્યાર પછી શબ્દાપાતિ, વિકટાપાતિ વૃત્તવિતાઢય પર્વત ઉપર આવીને તેઓએ ત્યાંના સર્વ પ્રકારના તુવર-કષાયેલા પદાર્થો તથા પુષ્પો વગેરે ગ્રહણ કર્યા.
ત્યાર પછી મહાહિમવંત, રુક્મિવર્ષધર પર્વત ઉપર આવીને તેઓએ ત્યાંના તુવરાદિ ગ્રહણ કર્યા. ત્યાર પછી મહાપા, મહાપુંડરીક દ્રહ સમીપે આવીને તેઓએ ત્યાંનું પાણી અને કમળો ગ્રહણ કર્યા. ત્યાર પછી હરિવાસ અને રમ્યકુવાસ ક્ષેત્રની હરિહરિકતા, નરકતા-નારિકતા મહાનદીઓના તટે આવીને તે નદીઓનું પાણી તથા બંને કિનારાની માટી આદિને ગ્રહણ કર્યા. ત્યાર પછી ગંધાપાતી, માલ્યવંત, વૃત્તવૈતાઢય પર્વત ઉપર આવીને ત્યાંથી તુવર, પુષ્પ, ઔષધિ, સરસવાદિ ગ્રહણ કર્યા.
- ત્યાર પછી નિષધ, નીલવંત વર્ષધર પર્વત ઉપર આવીને ત્યાંથી ઔષધાદિ ગ્રહણ કર્યા. ત્યાર પછી તિગિચ્છ અને કેસરી દ્રહ સમીપે આવીને તેઓએ ત્યાંથી પાણી અને કમળો ગ્રહણ કર્યા.
ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમી મહાવિદેહક્ષેત્રની સીતા, સાતોદા, મહાનદીના તટે આવીને ત્યાંથી પાણી તથા બંને કિનારાની માટી આદિને ગ્રહણ કર્યા. ત્યાર પછી સર્વ ચક્રવર્તી વિજયના સર્વ માગધ, વરદામ અને પ્રભાસ તીર્થ સમીપે આવીને ત્યાંથી તીર્થોદક અને તીર્થધૂલી ગ્રહણ કર્યા. ત્યાર પછી સર્વ