________________
શ્રી રાયપસેણીય સૂત્ર
एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाइं णिक्खम्भेणं, बावत्तरिं जोयणाई उड्ड उच्चत्तेणं अणेगखंभ-सय-सण्णिविट्ठा जाव अच्छरगण जाव पडिरूवा ।
૭૪
ભાવાર્થ :- તે મુખ્ય પ્રાસાદના ઈશાનકોણમાં એક સો યોજન લાંબી, પચાસ યોજન પહોળી અને બોતેર યોજન ઊંચી સુધર્મા નામક સભા છે. આ સભા અનેક સેંકડો થાંભલા પર સ્થિત છે યાવત્ અનેક દેવ દેવીઓથી યુક્ત છે યાવત્ તે અતિ મનોહર છે.
| सभाए णं सुहम्माए तिदिसिं तओ दारा पण्णत्ता, तं जहा- पुरत्थिमेणं, दाहिणेणं, उत्तरेणं । ते णं दारा सोलस जोयणाई उड्डुं उच्चत्तेणं, अट्ठ ओयणाइं विक्खंभेणं तावइयं चेव पवेसेणं, सेया वरकणगथूभियागा जाव वणमालाओ । तेसिं णं दाराणं उवरिं अट्ठट्ठ મતા, શયા, છત્તાફ્કા
ભાવાર્થ :-તે સુધર્મા સભાની પૂર્વ દિશામાં એક, દક્ષિણ દિશામાં એક અને ઉત્તર દિશામાં એક, એમ ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર સોળ યોજન ઊંચા, આઠ યોજન પહોળા છે અને તેનો પ્રવેશ માર્ગ પણ તેટલો જ છે અર્થાત્ આઠ યોજન પહોળો પ્રવેશ માર્ગ છે. શ્વેતવર્ણવાળા તે દ્વારો શ્રેષ્ઠ સુવર્ણથી નિર્મિત શિખરો અને વનમાળાઓથી અલંકૃત છે. તે દ્વાર ઉપર આઠ-આઠ મંગલ, અનેક ધ્વજાઓ અને છત્રાતિછત્ર શોભી રહ્યા છે.
१४३ तेसि णं दाराणं पुरओ पत्तेयं-पत्तेयं मुहमंडवे पण्णत्ते । ते णं मुहमंडवा एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाई विक्खंभेणं, साइरेगाइं सोलस जोयणाई उड्ड उच्चत्तेणं अणेगखंभसयसण्णिविट्ठा जाव पडिरूवा ।
ભાવાર્થ :- તે પ્રત્યેક દ્વારની સામે એક-એક મુખમંડપ(પ્રવેશ મંડપ) છે. તે મુખમંડપ એકસો યોજન લાંબા, પચ્ચાસ યોજન પહોળા અને સાધિક સોળ યોજન ઊંચા છે. તે મંડપ અનેક સો થાંભલા પર સંનિવિષ્ટ છે યાવત્ અત્યંત મનોહર છે.
१४४ तेसि णं मुहमंडवाणं तिदिसिं तओ दारा पण्णत्ता, तंजहा- पुरत्थिमेणं, दाहिणेणं, उत्तरेणं । ते णं दारा सोलस जोयणाई उड्डुं उच्चत्तेणं, अट्ठ जोयणाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेयावरकणगथूभियाओ जाव वणमालाओ । तेसि णं मुहमंडवाणंभूमिभागा, उल्लोया वण्णओ । तेसि णं मुहमंडवाणं उवरिं अट्ठट्ठ मङ्गलगा, झया, छत्ताइच्छत्ता वण्णओ ।
ભાવાર્થ:- તે પ્રત્યેક મુખમંડપની પૂર્વદિશામાં એક, દક્ષિણ દિશામાં એક અને ઉત્તર દિશામાં એક, તેમ ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર સોળ યોજન ઊંચા, આઠ યોજન પહોળા છે અને તેનો પ્રવેશ માર્ગ પણ તેટલો જ(૮ યોજનનો) છે. શ્વેત વર્ણવાળા તે દ્વારો શ્રેષ્ઠ સુવર્ણથી નિર્મિત શિખરો અને વનમાળાઓથી અલંકૃત છે વગેરે દ્વાર વર્ણન પૂર્વવત્ જાણવું. તે મુખમંડપોના ભૂમિભાગ અને ચંદરવા સંબંધી વર્ણન પૂર્વવત્ જાણવું. તે મુખમંડપોની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાઓ, છત્રાતિછત્ર છે. તેનું વર્ણન પૂર્વવત્ કહેવું. १४५ तेसि णं मुहमंडवाणं पुरओ पत्तेयं-पत्तेयं पेच्छाघरमंडवे पण्णत्ते ।