________________
[ ૭૩ ]
શ્રી શયપણીય સૂત્ર
અને અશાશ્વત પણ છે. १३६ पउमवरवेइया णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण कयावि ण भविस्सइ, भुविं च भवइ य, भविस्सइ य, धुवा णियया सासया अक्खया अव्वया अवट्रिया णिच्चा पउमवरवेइया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! કાળની અપેક્ષાએ તે પાવર વેદિકા ક્યાં સુધી રહેશે? ઉત્તર- હે ગૌતમ ! આ પદ્મવરવેદિકા પહેલાં(ભૂતકાળમાં) ક્યારે ય ન હતી એવું નથી, અત્યારે (વર્તમાનમાં) નથી એવું પણ નથી અને ભવિષ્યમાં નહિ રહે, એવું પણ નથી. પહેલાં પણ હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ પ્રમાણે ત્રિકાલાવસ્થાયી હોવાથી તે પદ્મવરવેદિકા ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. १३७ सा णं परमवरवेइया एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ता । से णं वणसंडे देसूणाई दो जोयणाई चक्कवालविक्खंभेणं उवयारियालेणसमे परिक्खेवेणं । वणसंड वण्णओ भाणियव्वो जाव विहरति ।। ભાવાર્થ - તે પદ્મવરવેદિકા ચારે તરફ એક વનખંડથી ઘેરાયેલી છે. તે વનખંડનો ચક્રવાલવિખંભ (ગોળાકાર-પહોળાઈ) કંઈક ન્યૂન બે યોજન પ્રમાણ છે તથા ઉપકારિકાલયનની પરિધિ જેટલી તેની પરિધિ છે. આ વનખંડનું વર્ણન સૂત્ર ૧૧૮ થી ૧રર પ્રમાણે જાણવું. १३८ तस्स णं उवयारिया-लेणस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ- तोरणा झया छत्ताइच्छत्ता । तस्स णं उवयारिया-लयणस्स उवरि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव मणीणं फासो।। ભાવાર્થ:- તે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં ચાર ત્રિસોપાન શ્રેણી(ત્રણ-ત્રણ પગથિયા) છે. ત્રિસોપાન શ્રેણીના તોરણો, ધ્વજાઓ, છત્રાતિછત્રો આદિનું વર્ણન સૂત્ર ૨૦ થી ૨૫ પ્રમાણે સમજવું. તે ઉપકારિકાલયનની ઉપર અતિ સમ રમણીય ભૂમિભાગ છે. મણિઓના સ્પર્શ પર્યતનું ભૂમિભાગનું વર્ણન સૂત્ર ૨૪થી ૨૯ પ્રમાણે સમજવું. વિમાનના પ્રાસાદાવતસકઃ१३९ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थं णं महेगे मूलपासायवर्डेसए पण्णत्ते । से णं मूलपासायवर्डेसए पंच जोयणसयाई उ8 उच्चत्तेणं, अड्डाइज्जाइंजोयणसयाई विक्खंभेणं अब्भुग्गयमूसिय वण्णओ- भूमिभागो, उल्लोओ, सीहासणं सपरिवार भाणियव्वं। अटुट्ठमंगलगा, झया, छत्ताइछत्ता । ભાવાર્થ :- અતિ સમરમણીય ભૂમિભાગની મધ્યમાં એક વિશાળ મુખ્ય પ્રાસાદાવતંસક(ઉત્તમ મહેલ) છે. તે પ્રાસાદાવતસકની ઊંચાઈ પાંચસો યોજન અને પહોળાઈ અઢીસો યોજન છે, તે અત્યંત ઊંચો પ્રતીત થાય છે. પ્રાસાદની અંદરનો ભૂમિભાગ, ચંદરવા, પરિવાર સહિતના સિંહાસન, આઠ મંગલ, ધ્વજાઓ અને છત્રાતિછત્રોનું વર્ણન પૂર્વવત્ સમજવું.