________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
अउणयालीसं च सय-सहस्साइं बावण्णं च सहस्साइं अट्ठ य अडयाले जोयणसए परिक्खेवेणं ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તે સૂર્યાભદેવનું સૂર્યભવિમાન ક્યાં છે ?
.
૫૩
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના સુમેરુ પર્વતથી દક્ષિણ દિશામાં આ રત્નપ્રભા પૃથ્વીના રમણીય સમતલ ભૂમિભાગની ઉપર ઊદિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામંડળથી પણ ઉપર ઘણાં સેંકડો યોજનો, હજારો યોજનો, લાખો યોજનો, ઘણા કરોડો યોજનો, સેંકડો કરોડો યોજનો, હજારો કરોડો યોજનો, લાખો કરોડો યોજનો, ઘણા કરોડોકરોડ યોજનો પાર કરીએ ત્યાં સૌધર્મકલ્પ નામનું કલ્પ–દેવલોક છે.
તે સૌધર્મ દેવલોક પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે અર્ધ ચંદ્રાકારે છે. સૂર્ય કિરણોની જેમ પોતાની ધ્રુતિ–કાંતિથી હંમેશાં પ્રકાશમાન રહે છે. તેની લંબાઈ-પહોળાઈ અસંખ્યાત કોટાકોટી યોજન છે અને તેની પરિધિ અસંખ્યાત કોટાકોટિ યોજન છે. તે સૌધર્મ દેવલોકમાં સૌધર્મ કલ્પવાસી દેવોના બત્રીસ લાખ વિમાન છે. તે બધા વિમાનાવાસ સંપૂર્ણ રત્નોથી બનેલા સ્ફટિક મણિવત્ સ્વચ્છ યાવત્ અતિ મનોહર છે. તે વિમાનોની બરાબર વચ્ચે પાંચ અવતંસક–શ્રેષ્ઠ વિમાનો છે. ચાર દિશાઓમાં અનુક્રમથી અશોકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, આમ્રાવતંસક અને તે ચારેની મધ્યમાં સૌધર્માવતંસક છે. આ પાંચે ય અવતંસક–શ્રેષ્ઠ વિમાનો રત્નોથી નિર્મિત યાવત્ અતિ મનોહર છે. તે સૌધર્માવતંસક મહાવિમાનની પૂર્વ દિશામાં તિરછા અસંખ્યાત લાખ યોજન આગળ જઈએ ત્યારે ત્યાં સૂર્યાભદેવનું સૂર્યભ નામનું વિમાન છે. તેની(લંબાઈ-પહોળાઈ) સાડાબાર લાખ યોજન છે અને પરિધિ ઓગણચાલીશ લાખ, બાવન હજાર, આઠસો અડતાલીસ (૩૯, ૫૨, ૮૪૮) યોજન છે.
સૂર્યભવિમાનનો કોટ -
८९ से णं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ते । से णं पागारे तिण्णि जोयणसयाइं उड्डुं उच्चत्तेणं, मूले एगं जोयणसयं विक्खंभेणं, मज्झे पण्णासं जोयणाई विक्खंभेणं, उप्पि पणवीसं जोयणाइं विक्खंभेणं । मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उप्पि तणुए; गोपुच्छसंठाण - संठिए सव्वरयणामए अच्छे जाव पडिरूवे ।
ભાવાર્થ :– તે સૂર્યાભ વિમાનની ફરતો-ચારે બાજુ એક મોટો કિલ્લો છે. તે ત્રણસો યોજનનો ઊંચો છે; મૂળમાં સો યોજન. મધ્યમાં પચાસ યોજન અને ઉપર પચીસ યોજન પહોળો છે; આ રીતે તે કોટ મૂળમાં પહોળો, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે; તેનો આકાર ગોપુચ્છના આકાર જેવો છે; તે આખો રત્નમય, સ્ફટિક જેવો નિર્મળ અને મનોહર છે,.
९० से णं पागारे णाणाविहपंचवण्णेहिं कविसीसएहिं उवसोभिए, तं जहाकण्हेहिं णीलेहिं लोहिएहिं हालिद्देहिं सुक्किल्लेहिं य कविसीसएहिं । तेणं कविसीसगा एगं जोयणं आयामेणं, अद्धजोयणं विक्खंभेणं, देसूणं जोयणं उड्ड उच्चत्तेणं सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
ભાવાર્થ :– તે કોટના કાંગરા અનેક પ્રકારના કાળા, નીલા, લાલ, પીળા અને ધોળા, એમ પાંચ વર્ષોથી સુશોભિત છે. આ કાંગરાઓ, એક યોજન લાંબા, અર્ધો યોજન પહોળા અને દેશોન એક યોજન ઊંચાં છે;