________________
|
|
શ્રી વિપાક સૂત્ર
હાડપિંજર જેવી થઈ ગઈ, રોગી તેમજ રોગીના જેવી શિથિલ શરીરવાળી બની ગઈ, કાંતિ રહિત થઈ ગઈ, દીન તથા ચિંતાતુર મુખવાળી થઈ ગઈ, તેનું મુખ પીળું પડી ગયું, આંખ અને મોટું નિસ્તેજ બની ગયાં, યથોચિત પુષ્પ, વસ્ત્ર, માળા, અલંકાર અને હાર આદિનો ઉપભોગ ન કરવાથી, હાથથી ચોળેલી પુષ્પમાળાની જેમ પ્લાન થયેલી, કર્તવ્ય અને અકર્તવ્યના વિવેક ભાનથી રહિત બનેલી, માથા પર હાથ ધરી અને નીચે મુખ કરી ચિંતાગ્રસ્ત બનેલી તે આર્તધ્યાન કરવા લાગી.
११ इमं च णं भीमे कूडग्गाहे जेणेव उप्पला कूडग्गाहिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता ओहय जाव झियायमाणिं पासइ, पासित्ता एवं वयासी- किं णं तुमे देवाणुप्पिए ! ओहय जाव झियासि ?
तए णं सा उप्पला भारिया भीमं कूडग्गाहं एवं वयासी- एवं खलु, देवाणुप्पिया ! मम तिण्हं मासाणं बहुपडिपुण्णाणं दोहला पाउब्भूया- धण्णा णं ताओ अम्मयाओ जाव दोहलं विणेति । तए णं अहं देवाणुप्पिया ! तंसि दोहलंसि अविणिज्जमाणंसि जाव झियामि । ભાવાર્થ :- જ્યાં ઉત્પલા કૂટગ્રાહિણી હતી, ત્યાં ભીમ નામનો તેનો પતિ કૂટગ્રહ (કોટવાળ) આવ્યો અને તેને આર્તધ્યાન કરતી યાવત ચિંતાગ્રસ્ત ઉત્પલાને જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યો- હે દેવાનુપ્રિયા ! તમે કેમ શોકાકુળ થઈ યાવતુ હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ન છો ? ત્યારે તે ઉત્પલા પત્નીએ કહ્યું- હે સ્વામી! લગભગ ત્રણ માસ પૂર્ણ થવા પર મને આ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે કે જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. હે દેવાનુપ્રિય ! હું તે દોહદ પૂર્ણ ન થવાથી નિસ્તેજ અને હતોત્સાહ થઈને યાવત્ આર્તધ્યાનમાં મગ્ન છું. | १२ तए णं से भीमे कूडग्गाहे उप्पलं भारियं एवं वयासी- मा णं तुम देवाणुप्पिया ! ओहयमणसंकप्पा जाव झियाहि ; अहं णं तहा करिस्सासि जहा णं तव दोहलस्स संपत्ती भविस्सइ । ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहिं समासासेइ ।
तए णं से भीमे कूडग्गाहे अद्धरत्तकालसमयसि एगे अबीए सण्णद्ध बद्ध वम्मियकवए उप्पीलियसरासणपट्टीए पिणद्धगेवेज्जे विमलवरबद्धचिंधपट्टे गहियाउह पहरणे सयाओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता हत्थिणाउरं णयरं मज्झमझेणं जेणेव गोमंडवे तेणेव उवागए, बहूणं णगरगोरूवाणं जाव वसभाण य अप्पेगइयाणं ऊहे छिदइ जाव अप्पेगइयाणं कंबले छिदइ, अप्पेगइयाणं अण्णमण्णाई अंगोवंगाई वियंगेइ, वियंगेत्ता जेणेव सए गिहे