________________
| २० |
શ્રી વિપાક સૂત્ર
उववण्णे, तप्पभिई च णं मियादेवी विजयस्स खत्तियस्स अणिट्ठा अकंता अप्पिया अमणुण्णा अमणामा जाया यावि होत्था । ભાવાર્થ :- ત્યારે તે મૃગાદેવીના શરીરમાં પ્રગાઢ યાવત અસહ્ય વેદના ઉત્પન્ન થઈ જ્યારથી મૃગાપુત્ર બાળક મૃગાદેવીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો ત્યારથી જ વિજય ક્ષત્રિયને તે મંગાદેવી અનિષ્ટ, અમનોહર, અપ્રિય, અસુંદર–મનને ન ગમે તેવી અને જોવી પણ ન ગમે તેવી લાગવા લાગી. | २६ तए णं तीसे मियाए देवीए अण्णया कयाइ पुव्वरत्तावरत्त-कालसमयसि कुडुबजागरियाए जागरमाणीए इमे एयारूवे अज्झथिए जावसमुप्पज्जित्थाएवं खलु अहं विजयस्स खत्तियस्स पुदिव इट्ठा कंता पिया मणुण्णा मणामा धेज्जा विसासिया अणुमया आसी । जप्पभिई च णं मम इमे गब्भे कुच्छिसि गब्भत्ताए उववण्णे, तप्पभिइ च णं अहं विजयस्स खत्तियस्स अणिट्ठा जाव अमणामा जाया यावि होत्था । णेच्छइ णं विजए खत्तिए मम णामं वा गोयं वा गिण्हित्तए वा, किमंग पुण दंसणं वा परिभोगं वा । तं सेयं खलु ममं ए यं गब्भं बहूहिं गब्भसाडणाहि य पाडणाहि य गालणाहि य मारणाहि य साडित्तए वा पाडित्तए वा गालित्तए वा मारत्तिए वा एवं संपेहेइ, संपेहित्ता बहूणि खाराणि य कडुयाणि य तूवराणि य गब्भसाडणाणि य खायमाणी य पीयमाणी य इच्छइ त गब्भ साडित्तए वा-४, णो चेव ण से गब्भे सडइ वा-४ । तए णं सा मियादेवी जाहे णो संचाएइ तं गब्भं साडित्तए वा-४, ताहे संता तंता परितंता अकामिया असयंवसा तं गब्भं दुहं दुहेणं परिवहइ । ભાવાર્થ - ત્યાર પછી રાત્રિના કોઈ સમયે કુટુંબચિંતાથી જાગતી અર્થાત્ ઘરસંબંધી વિચારણા કરતી તે મૃગાદેવીના હૃદયમાં આ પ્રકારનો અધ્યવસાય યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે હું પહેલાં વિજય નરેશને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને અત્યંત મનગમતી, ચિંતનીય, વિશ્વસનીય અને સન્માનનીય હતી પરંતુ જ્યારથી મારા ઉદરમાં આ ગર્ભસ્થ જીવ ગર્ભરૂપે આવ્યો છે ત્યારથી વિજય નરેશને હું અપ્રિય થાવતું મનથી અગ્રાહ્ય બની ગઈ છું. અત્યારે તો વિજય નરેશ મારા નામ તથા ગોત્રનું પણ સ્મરણ કરવા ઈચ્છતા નથી. તો પછી દર્શન અને ભોગવિલાસની તો વાત જ ક્યાં રહી? તેથી મારા માટે એ જ શ્રેયકર છે કે હું આ ગર્ભને અનેક પ્રકારની શાતના(ગર્ભના ટુકડે ટુકડા કરીને પાડી નાખવો), યાતના(અખંડ રૂપથી ગર્ભપાત કરાવવો), ગાલના(ગર્ભને પ્રવાહી કરીને પાડી નાંખવાનો ઉપાય), મારણા(મારવાના પ્રયોગ)થી નષ્ટ કરી દઉં. આ પ્રમાણે તેણીએ શાતના, યાતના, ગાલના અને મારણા માટે વિચાર કર્યો અને વિચાર કરીને ગર્ભપાતમાં કારણભૂત ખારી, કડવી અને કસાયેલી ઔષધિઓનું ભક્ષણ તથા પાન કરીને તેણીએ ગર્ભને શાતન, પાતળ, ગાલન અને મારણના પ્રયત્નો કર્યા, પરંતુ તે ગર્ભ ઉપર્યુક્ત બધા