________________
| અધ્યયન-૧/મૃગાપુત્ર
[ ૧૫ |
ભગવન્! આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરીને હું મૃગગ્રામનગરના મધ્ય ભાગમાંથી પસાર થતાં મૃગાદેવીના ઘરે ગયો. મને જોઈને મૃગાદેવી ઘણી પ્રસન્ન થઈ. આમ, સર્વ હકીકત કહી યાવતું પરૂ, શોણિતનો આહાર કરતાં મૃગાપુત્રની દશા જોઈને મારા મનમાં વિચાર ઉત્પન્ન થયો કે– અહો હો ! આ બાળક પૂર્વજન્મોપાર્જિત મહાપાપરૂપ કર્મોનાં ફળને ભોગવતો યાવતુ નરક સમાન દુઃખોને ભોગવી રહ્યો
હે ભગવન્! તે બાળક પૂર્વભવમાં કોણ હતો? કયા નામ અને ગોત્રનો હતો? તે કયા ગામ અથવા કયા નગરમાં રહેતો હતો? તથા શું દઈને, શું ભોગવીને, કેવા કેવા કર્મોનું આચરણ કરીને અને કયાં ક્યાં પુરાતન યાવત કર્મોનાં ફળને ભોગવતો જીવન વિતાવી રહ્યો છે?
ભગવાન દ્વારા સમાધાન :| २० गोयमा ! इति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इह जंबुद्दीवे दीवे भारहे वासे सयदुवारे णाम णयरे होत्था रिद्धस्थिमिय समिद्धे जाव वण्णओ। तत्थ ण सयदवारे णयरे धणवई णामं राया होत्था । वण्णओ । तस्स णं सयदुवारस्स णयरस्स अदूरसामंते दाहिणपुत्थिमे दिसीभाए विजयवद्धमाणे णाम खेडे होत्था । रिद्धत्थमियसमिद्धे. वण्णओ । तस्स ण विजयवद्धमाणस्स खेडस्स पचगामसयाई आभोए यावि होत्था। तत्थ णं विजयवद्धमाणे खेडे इक्काई णामं रटुकूडे होत्था, अहम्मिए अहम्माणुए अहम्मिटे अहम्मक्खाई अहम्मपलोई अहम्मपलज्जणे अहम्मसमुदाचारे जाव दुप्पडियाणंदे । से णं इक्काई रट्ठकूडे विजयवद्धमाणस्स खेडस्स पच्चण्हं गामसयाणं आहेवच्चं जाव पालेमाणे विहरइ । ભાવાર્થ :- હે ગૌતમ! આ રીતે સંબોધન કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું– ગૌતમ! તે કાળ અને તે સમયમાં જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં શતદ્વાર નામનું એક સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધનપતિ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે નગરથી કંઈક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે અર્થાત્ આગ્નેય કોણમાં વિજયવર્ધમાન નામનું એક ખેટ(ધૂળના પ્રાકારથી ઘેરાયેલું લઘુનગર) હતું. તે ઋદ્ધિ, સમૃદ્ધિથી યુક્ત હતું વગેરે વર્ણન જાણવું. વિજયવર્ધમાન પેટની અધીનતામાં પાંચસો ગામ હતાં. તેમાં ઈકાઈ નામનો એક રાષ્ટ્રકૂટ–રાજ નિયુક્ત પ્રતિનિધિ, પ્રાંતાધિપતિ રાઠોડ હતો. જે મહાઅધર્મી અધર્માનુગામી, અધર્માનિષ્ઠ, અધર્મભાષી, અધર્મને જ જોનાર, અધર્માનુરાગી, અધર્માચારી યાવત્ દુષ્કૃત્યાનંદી–પરમ અસંતોષી (સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાં જ સદા આનંદ માનનારો) હતો. તે ઈકાઈ રાઠોડ વિજયવર્ધમાન પેટના પાંચસો ગામોનું આધિપત્ય-શાસન કરતો યાવનું પાલન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો.