________________
| १४ ।
શ્રી વિપાક સૂત્ર
આહાર તરત જ પરૂ અને રુધિરના રૂપમાં પરિણત થઈ ગયો અને બહાર વહેવા લાગ્યો. પરૂ આદિમાં પરિવર્તિત અને બહાર આવેલા તે પદાર્થોને તત્કાળ તે બાળક ચાટી ગયો.
भृगापुत्र विषया प्रश्न :|१९ तए णं भगवओ गोयमस्स तं मियापुत्तं दारगं पासित्ता अयमेयारूवे जाव मणोगए संकप्पे समुप्पज्जित्था- अहो णं इमे दारए पुरापोराणाणं दुच्चिण्णाणं दुप्पडिक्कंताणं असुभाणं पावाणंकडाणकम्माणं पावगं फलवित्तिविसेसं पच्चणुभवमाणे विहरइ । ण मे दिवाणरगा वाणेरइया वा । पच्चक्खं खलु अयं पुरिसे णरगपडिरूवयं वेयणं वेदेइ त्ति कटु मियं देविं आपुच्छइ, आपुच्छित्ता मियाए देवीए गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता मियग्गामंणयरमझमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु अहं तुब्भेहिं अब्भणुण्णाए समाणे मियग्गामं णयरं मझमझेणं अणुप्पविसामि, अणुपविसित्ता जेणेव मियाए देवीए गिहे तेणेव उवागए । तए णं से मियादेवी मम एज्जमाणं पासइ, पासित्ता हट्ठा, तं चेव सव्वं जाव पूयं च सोणियं च आहारेइ । तए णं मम इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अहो णं इमे दारए पुरापोराणाणं जाव णरग पडिरूवयं वेयणं वेदेइ ।।
सेणं भंते ! पुरिसे पुत्वभवे के आसी? किं णामए वा किंगोत्तए वा? कयरंसि गामंसि वा णयरसिवा? किंवा दच्चा, किं वा भोच्चा, किंवा समायरित्ता, केसि वा पुरा पोराणाणं जाव पच्चणुभवमाणे विहरइ?
ભાવાર્થ :- મૃગાપુત્ર બાળકની આવી કરુણાજનક જોઈને, ભગવાન ગૌતમ સ્વામીના મનમાં આ પ્રકારનો યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો- અહો! આ બાળક પૂર્વજન્મોનાં દુશ્મીર્ણ (દુષ્ટતાથી આચરણ કરેલાં), દુષ્પતિક્રાંત (જેના વિનાશ માટે પ્રાયશ્ચિત આદિ કોઈ ઉપાય કરવામાં ન આવ્યા હોય) અને અશુભ પાપકારી કર્મોનાં પાપ રૂપ ફળને ભોગવી રહ્યો છે. નરક તથા નારકીને મેં જોયા નથી પણ ખરેખર ! આ બાળક નરક સમાન વેદનાઓનો અનુભવ કરતો પ્રત્યક્ષ જણાય છે. આમ વિચાર કરી ભગવાન ગૌતમ સ્વામીએ મૃગાદેવીને, હું જાઉં છું એમ કહીને તેના ઘરેથી પ્રસ્થાન કર્યું. નગરના મધ્ય ભાગમાંથી પસાર થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની જમણી બાજુથી ત્રણ આવર્તનરૂપ પ્રદક્ષિણા કરતાં તેમને વંદન-નમસ્કાર કર્યા પછી તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું –