________________
| દુઃખ વિપાક
િપ્રથમ શ્રુતસ્કંધ
( દુઃખવિપાક સૂત્ર )
પરિચય :
આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓનાં જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકનાં વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. દુઃખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફળ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પ્રથમ દુઃખવિપાકસૂત્રમાં દશ અધ્યયન છે; જેમાં પહેલા અધ્યયનનું નામ મૃગાપુત્ર છે. આ અધ્યયનમાં મૃગાપુત્ર નામના પાપકર્મવાળા જીવનું જીવન વૃત્તાંત છે, તે આ પ્રમાણે છે
ભગવાન મહાવીર સ્વામીના વિચરણ કાળમાં મૃગગ્રામ નામનું નગર હતું. તેમાં વિજયક્ષત્રિય નામના રાજા રાજ્ય કરતા હતા. મૃગાદેવી તેની રાણી હતી. તેણીએ એક બાળકને જન્મ દીધો, જે મહાન પાપકર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ, કાન, નાક, હાથ–પગ આદિ અવયવ ન હતા. તે અંગોના સ્થાને ફક્ત નિશાની જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોંયરામાં રાખવામાં આવ્યો હતો. જન્મ પહેલાં ગર્ભમાં જ તેને ભસ્મક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું.
મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા, જે સુંદર, સુડોળ અને રૂપ, ગુણ યુક્ત હતા.
એક વખત તે નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મોપદેશ સાંભળવા રાજા સહિત નગરના લોકો આવ્યા. એક દીન-હીન જન્માંધ વ્યક્તિ પણ ત્યાં આવી હતી. જેને એક માણસ નાની ગાડીમાં બેસાડી, ગાડી ખેંચીને લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછ્યો- ભંતે ! આ કેવો દુઃખી આત્મા છે! શું આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય ? ઉત્તરમાં ભગવાને ભોંયરામાં રહેલા મગાપુત્રનું વર્ણન કર્યું. તે સાંભળી ગૌતમ સ્વામીને તેને જોવા જવાની ઈચ્છા થઈ.
ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણીએ સત્કાર-સન્માન