________________
રંગાયેલી ધરતી ઉપર કાર્યની શરૂઆત થઈ. શ્રી રમણિકભાઈ ઓમાનવાળા તથા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા જુનાગઢ સંઘના પ્રમુખ વ્રજલાલ શાંતિલાલ દામાણી તથા મંત્રી સુરેશચંદ્ર પ્રભુલાલ કામદાર આ મહાકાર્યના પાયાના પત્થરસમા બન્યા. શ્રી રોયલપાર્ક જૈન મોટા સંઘના આંગણે પ્રકાશનસમિતિએ અંતરના ઉત્સાહથી કાર્યને વધાવી લીધું તેથી તેઓને ધન્યવાદ, તેઓના પુરુષાર્થથી જ આ કાર્ય વેગવંતુ બનેલ છે.
જેણે સંયમના દાન આપ્યા છે તેવા મારા અનંત ઉપકારી તપોધની ગુદેવની અસીમ કૃપાથી અને જેણે ત્રિવિધ તાપથી સંતપ્ત ભવારણ્યમાંથી બહાર કાઢયા છે, સંયમ જીવનમાં સારણા, વારણા કરી પરિપક્વ બનાવ્યા છે તેવા અમારા મુગટમણિ સમ ગુણીદેવા પૂજ્યવરા મુક્તાબાઈ મ. તથા સંસારપક્ષે મારા વડીલ ભગિની ગુસ્સીમૈયા પૂ. બા.. લીલમબાઈ મ. જેણે મને જ્ઞાનામૃતનો આસ્વાદ કરાવ્યો છે. તેના અંતરના આશીર્વાદથી તથા મમ ગુરુભગિની પૂ. પ્રભાબાઈ મ. ના સહયોગથી વિપાક સૂત્રનો અનુવાદ કરવાની પાવન પળ મળી. વ્યક્તિની શક્તિ તો વામણી છે પરંતુ જ્યારે ગુરુ કૃપાનું બળ તેમાં ભળે છે ત્યારે વિકાસ પામે છે.
યોગાનુયોગ પૂ. તપસ્વીરાજની નિશ્રામાં વાણીભૂષણ બા. બ્ર. પૂ. શ્રી ગિરીશમુનિ મ.સા.ની પ્રેરણાથી નવ જ્ઞાનગચ્છના આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. નો સુયોગ સુલભ બન્યો. પૂ. ગુરુદેવે તેમની યોગ્યતાનુસાર સંશોધન કાર્ય તેમને સોપ્યું. સ્વાધ્યાય પ્રેમી મુનિ મહારાજે તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પોતાની તન મનની શક્તિને આગમ કાર્યમાં અત્યધિક સમર્પિત કરી દીધી. મારા અનુવાદિત આ વિપાક સૂત્રને સુંદર અને શુદ્ધ બનાવવામાં તેઓશ્રીએ ખૂબ જ પુરુષાર્થ કરેલ છે તે બદલ એમનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. તેમના ચરણોમાં કોટી કોટી વંદન.
ભાવયોગિની ગુણીમૈયા પૂ. લીલમબાઈ મહાસતીજીએ પોતાનો અમૂલ્ય સમય અર્પી અપ્રમત્તપણે પોતાનું મનનીય તેમજ ચિંતનીય સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિકોણથી અવલોકન કરી મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે, તે બદલ તેઓશ્રીના ચરણોમાં નમ્રભાવે શતઃ વંદના.
સંયમ સાધનામાં સહયોગી સાધ્વી છંદ સર્વનો સહયોગ મળ્યો છે અને તપસ્વિની સાધ્વી કિરણબાઈએ રિરાઈટ કરી ઘણું મોટું યોગદાન આપેલ છે તેની આ તકે કદર કરું છું. કોમ્યુટરાઈઝડ કરી મુદ્રણ કરનાર શ્રી નેહલ મહેતાને ધન્યવાદ આપું
42