________________
ગાંધીરોડ અમદાવાદથી અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણની સાથે પ્રકાશિત કરેલ છે.
પી. એલ. વૈધે સન્ ૧૯૩૩ માં પ્રસ્તાવના સાથે પ્રસ્તુત આગમ પ્રકાશિત કર્યું. જૈનધર્મ પ્રચારક સભા, ભાવનગરથી વિ. સં. ૧૯૮૭ માં ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયા. જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય–કોટાથી સન્ ૧૯૩૫ માં અને વિ. સં. ૨૪૪૬ માં હૈદરાબાદથી ક્રમશઃ મુનિ આનંદસાગરજી અને પૂ. અમોલકઋષિજીએ હિન્દી અનુવાદ સહિત આ આગમનું પ્રકાશન કરાવ્યું. જૈન શાસ્ત્રમાળા કાર્યાલય લુધિયાણાથી વિ. સં. ૨૦૧૦ માં આચાર્ય આત્મારામજી મ. કૃત વિસ્તૃત ટીકા યુક્ત સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. ટીકામાં અનેક રહસ્ય ઉદ્ઘાટિત કર્યાં છે. જૈન શાસ્ત્રોદ્વાર સિમિત, રાજકોટે સન્ ૧૯૫૯ માં પૂ. ઘાસીલાલજી મ. કૃત સંસ્કૃત વ્યાખ્યા અને હિન્દી ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરેલ છે. તેની સંસ્કૃત ટીકા પર આચાર્ય અભયદેવની વૃત્તિનો સ્પષ્ટ પ્રભાવ છે. જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદથી સન્ ૧૯૪૦માં ગોપાલદાસ જીવાભાઈ પટેલે ગુજરાતી છાયાનુવાદ પ્રકાશિત કરેલ છે. યુવાચાર્ય શ્રી મધુકર મુનિના પ્રધાન સંપાદનમાં વિવેચનયુક્ત આગમ બત્રીસી બ્યાવરથી પ્રકાશિત થયેલ છે. તેમાં પણ આ સૂત્રનું પ્રકાશન થયેલ છે. આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજીએ બત્રીસ શાસ્ત્રોનો હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવેલ છે, જે જૈનાગમ નવનીતના નામે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં પણ આ સૂત્રની સ્વતંત્ર લઘુ પુસ્તિકા બહાર પડેલ છે. આ પ્રમાણે સમયે સમયે વિભિન્ન સ્થાનોમાંથી પ્રસ્તુત આગમનાં અનેક સંસ્કરણ પ્રકાશિત થયા છે. તે બધાની પોતપોતાની જુદી જુદી વિશેષતાઓ રહેલી છે. અમારા આ વિપાક સૂત્રના । સંપાદનને સુંદરતમ બનાવવામાં આમાંના અનેક સંસ્કરણોનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે.
પ્રસ્તુત સંસ્કરણ અને આભારદર્શન :
સૌરાષ્ટ્રની ધન્યવંતી ધરા ઉપર જેઓએ જિનવાણીનું સિંચન કર્યું છે, એવા મારા તમારા સૌના પરમ ઉપકારી ગુરુ પ્રાણની જન્મ શતાબ્દી ઉજવવાનો અણમૂલો અવસર આવ્યો. પરમ શ્રદ્ધેય ગુરુણીમૈયાના હ્રદય કમલમાં વિચારધારાની સ્ફુરણા થઈ કે અનંત ઉપકારી ગુરુ ભગવંતની જન્મ શતાબ્દી વર્ષ ચીલાચાલુ નહીં પણ અણમૂલા શાસનની અનુપમ સેવા દ્વારા કરીએ. પેઢી દર પેઢી સુધી જે કાર્યથી શાસનના સંતાનો ધર્મ પામતા જ રહે, એવું કાર્ય કરવું. તે વાતને આગળ વધારી આચરણમાં મૂકવામાં આવી. જુનાગઢની ધર્મવતી નગરી ઉપર વિચાર આવ્યો અને રાજકોટની ધર્મમાં
41