________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી ઉષાબાઈ મ.
આ વિશ્વની વિરાટ વાટિકામાં અનેક દાર્શનિકોએ, દષ્ટાઓએ, ચિંતકોએ આત્મ સત્તા ઉપર ચિંતન કરેલ છે અથવા આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. તેઓએ પરહિતાર્થે આત્મવિકાસના સાધનો તથા તેની પદ્ધતિ ઉપર પર્યાપ્ત ચિંતન, મનન, નિદિધ્યાસન કરેલ છે. આત્મ સંબંધિત થયેલ ચિંતન અનુભવો ઉપર રચાયેલાં શાસ્ત્રો ગણિપિટક, ત્રિપિટક, વેદ, ઉપનિષદ આદિ ભિન્ન ભિન્ન નામોથી પ્રસિદ્ધ થયેલ છે.
જૈન પરંપરાએ ચાલી આવતી જ્ઞાનધારાથી સમજી શકાય છે કે આત્માનો વિકાર, રાગ, દ્વેષ, મોહ, માયા આદિ સર્વ વિભાવ ભાવો છે. તેને સાધના, આરાધના અને ઉપાસના દ્વારા દૂર કરી શકાય છે, કર્મના વિપાકોને નિષ્ફળ બનાવી શકાય છે. જ્યારે પૂર્ણતઃ કર્મક્ષય થાય ત્યારે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંતવીર્ય આદિ સંપૂર્ણ શુદ્ધ-આત્માના અનંત ગુણો ઉદ્ઘાટિત ઉદ્ભાષિત થાય છે. આત્માની સર્વ શક્તિનો સંપૂર્ણતઃ વિકાસ તે જ સર્વજ્ઞતા છે. આવી સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા દુઃખના વિપાક અને સુખના વિપાકથી પર થઈ આત્માનુભૂતિ કરવી તે જ સાધના છે. પાપથી દુઃખની પ્રાપ્તિ અને પુણ્યથી બાહ્ય સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે ધર્મથી માત્ર નિર્જરાની જ પ્રાપ્તિ થાય છે. આવા ભાવોથી ભરપૂર આ વિપાક સૂત્ર છે.
જૈન શાસ્ત્રોનું નિરૂપણ સર્વાગપૂર્ણ છે. જડ-ચેતન, આત્મા–પરમાત્મા, દુઃખસુખ, આશ્રવ–સંવર, કર્મબંધ-કર્મક્ષય, સંસાર–મોક્ષ આદિ સમસ્ત વિષયોનું સૂક્ષ્મ, ગંભીર સુસ્પષ્ટ વિવેચન છે. આવું વર્ણન અન્યત્ર મળવું કઠિન છે. જીવનમાં અદ્ભુતતા, નવીનતા અને દિવ્યદૃષ્ટિ ઉત્પન્ન કરે તેવી જૈન વિચારધારા છે.
જૈન આગમ એટલે ભયારણ્યમાં ભૂલા પડેલા ભટકતા ભવ્ય પ્રાણીઓ માટે ભોમિયો છે, પથદર્શક બોર્ડ છે. ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવે છે. તર્ક અને યુક્તિથી અકાટય હોય છે. પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરૂદ્ધ હોય છે. કુમાર્ગનો નાશક અને
33