________________
આ રીતે કથાનકોની અપેક્ષાએ સરળ છતાં સાધકો માટે અત્યંત ઉપયોગી, જીવનમાં સંઘર્ષોનું સમાધાન કરાવે તેવા રહસ્યપૂર્ણ શ્રી વિપાકસૂત્રને લોકભોગ્ય બનાવવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે.
સર્વજ્ઞના ભાવોને પૂર્ણપણે સમજવા, તેના રહસ્યોને ખોલવા, તે અમારા જેવા અલ્પજ્ઞની શક્તિ નથી તેમ છતાં અનંત ઉપકારી ગુરુવર્યોની અસીમ કૃપાએ, તેમના પાવન સાંનિધ્ધ તથા પરોક્ષ પ્રેરણાએ અમે આગમ અવગાહનાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે. સર્વ ઉપકારીઓ તથા સહયોગીઓના શ્રણને સ્વીકારીને અમે સ્વયં કર્મવિપાકને સમજીને સ્વીકારીને સર્વ પ્રકારના વિપાકોથી મક્ત થવા પુરુષાર્થશીલ બનીએ એ જ મંગલ કામના..
છઘસ્થપણાને વશ થઇ જિનવાણીથી ઓછી - અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધે.. મિચ્છામિ દુક્કડમ્..
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ!
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ-વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
32 આજ