________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન .
૨૨૫ |
(૩) લૂથરના મત પ્રમાણે ભાવી જીવનનો નિષેધ કરવાનો અર્થ છે સ્વયંના ઈશ્વરત્વનો તથા ઉચ્ચતર નૈતિક જીવનનો નિષેધ અને વૈરાચારનો સ્વીકાર. (૪) ફ્રાંસના ધર્મ પ્રચારક મોસિલાં તથા ઈસાઈ સંત પાલના મત પ્રમાણે- દેહની સાથે જ આત્માનો નાશ માનવો એટલે કે વિવેકપૂર્ણ જીવનનો અંત અને વિકારમય જીવનને માટે દ્વાર ખોલવા. (૫) ફ્રેંચ વિચારક રેનનનો અભિપ્રાય છે કે ભાવી જીવનમાં વિશ્વાસ ન કરવો તે નૈતિક અને આધ્યાત્મિક પતનનું કારણ છે. (૬) મૈકટગાર્ટની દષ્ટિએ આત્મામાં અમરત્વની સાધક યુક્તિઓથી આપણા ભાવી જીવનની સાથે જ પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. (૭) સર હેનરી જોન્સ લખે છે કે અમરત્વના નિષેધનો અર્થ છે પૂર્ણ નાસ્તિકતા. (૮) શ્રી પિંગલ પૈટિસે તેના અમરત્વ વિચાર નામના ગ્રંથમાં લખ્યું છે કે મૃત્યુ વિષયક ચિંતને જ મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવ્યો છે. આ પ્રમાણે કહીએ તો તે અતિશયોક્તિપૂર્ણ નથી.
- ઉપરોક્ત અલ્પ અવતરણોથી પણ એ સ્પષ્ટ થાય છે કે વિશ્વના બધા જ શ્રેષ્ઠ વિદ્વાનોએ આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે.