________________
૨૧૨ |
શ્રી વિપાક સૂત્ર
શરીરમાં બદ્ધ રહે છે અને તેની સાથે સંબદ્ધ કર્મપિંડ પણ તે જ શરીરની સીમાઓમાં સીમિત રહે છે.
અહીં પ્રશ્ન ઉદભવે છે કે શરીરની સીમાઓમાં સીમિત કર્મ પોતાની સીમાઓને છોડી ફળ આપી શકે છે? અથવા વ્યક્તિનાં તન-મનથી ભિન્ન પદાર્થોની ઉત્પત્તિ, પ્રાપ્તિ, વ્યય આદિમાં તે જવાબદાર બની શકે છે? જે ક્રિયા અથવા ઘટના–વિશેષમાં કોઈ વ્યક્તિનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેને માટે પણ શું તે વ્યક્તિના કર્મને કારણ માની શકાય ખરું? ઉત્તર:- જૈન કર્મ સાહિત્યમાં કર્મના મુખ્ય આઠ ભેદ છે તેમાં એકે ભેદ એવો નથી કે જેનો સંબંધ આત્મા અને શરીરથી ભિન્ન બીજા પદાર્થ સાથે હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ આત્માના મૂળગુણ, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો ઘાત કરે છે અને વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ શરીરની વિભિન્ન અવસ્થાઓનું નિર્માણ કરે છે. આ પ્રમાણે આઠે કર્મોનો સાક્ષાત્ સંબંધ આત્મા અને શરીર સાથે છે, અન્ય પદાર્થો અને ઘટનાઓની સાથે નથી. પરંપરાથી આત્મા, શરીર આદિ સિવાયના પદાર્થો અને ઘટનાઓ સાથે પણ કર્મનો સંબંધ થઈ શકે છે– જો તે પ્રમાણે સિદ્ધ થઈ શકે તો.
કર્મોનો સીધો સંબંધ આત્મા અને શરીર સાથે છે. તો પ્રશ્ન એ થાય કે ધન, સંપત્તિ આદિની પ્રાપ્તિ પુણ્યજન્ય કેમ માનવામાં આવે છે? ઉત્તર :- ધન, સ્વજન આદિથી સુખ આદિની અનુભૂતિ થતી હોય તો શુભ કર્મોદયના નિમિત્તે બાહ્ય પદાર્થને પણ ઉપચારથી પુણ્યજન્ય માની શકીએ. સુખ દુઃખ આદિની અનુભૂતિમાં નિમિત્ત, સહાયક અથવા ઉત્તેજક થવાના કારણે ઉપચાર અથવા પરંપરાથી બાહ્ય વસ્તુઓને પુણ્ય-પાપનું ફળ માનવામાં આવે છે.
જીવની વિવિધ અવસ્થાઓ કર્મજન્ય છે. શરીર, ઈન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, મન, વચન વગેરે જીવની વિવિધ અવસ્થાઓ કર્મનું કારણ છે પરંતુ પત્ની અથવા પતિની પ્રાપ્તિ, પુત્ર-પુત્રીની પ્રાપ્તિ, સંયોગ-વિયોગ, હાનિ-લાભ, સુકાળ-દુકાળ, પ્રવૃત્તિ-પ્રકોપ, રાજ-પ્રકોપ આદિનું કારણ તેનું પોતાનું હોય. એ ઠીક છે કે કોઈ કાર્યો અથવા ઘટનાઓમાં આપણું યત્કિંચિત્ નિમિત્ત હોઈ શકે પરંતુ તેનો મૂળ સ્રોત તેની અંદર છે, આપણામાં નહીં. તાત્પર્ય એ છે કે પિતાના પુણ્યોદયથી પુત્ર જન્મ થતો નથી અને પિતાના પાપના ઉદયથી પુત્રનું મૃત્યુ નથી થતું. પુત્રના જન્મ અને મૃત્યુમાં તેના પોતાના કર્મોનો ઉદય છે, પરંતુ તેમાં પિતાનો પુણ્યોદય અને પાપોદય સાક્ષાત્ કારણ હોતું નથી. આ પ્રમાણે પિતાના પુણ્યોદય અને પાપોદયથી પુત્રનો જન્મ અને મૃત્યુ નથી થતાં પરંતુ પુત્રના જન્મ અને મૃત્યુ પિતાના પુણ્યોદય અને પાપોદયના નિમિત્ત થઈ જાય છે. આ પ્રમાણે બીજી ઘટનાઓના સંબંધમાં પણ જાણવું. વ્યક્તિના કર્મોદય. કર્મક્ષય, કર્મોપશમ આદિની પોતાની એક સીમા છે અને તે સીમા છે તેનું શરીર, મન, વચન આદિ. તે સીમાને ઉલ્લંઘીને કર્મોદય થતો નથી. સારાંશ એ છે કે આપણાથી ભિન્ન બધા જ પદાર્થોની ઉત્પત્તિ અને વિનાશ મુખ્યત્વે તેનાં પોતાનાં કારણોથી જ થાય છે. (૧૬) ઉદય :
ઉદયનો અર્થ છે કાલ-મર્યાદાથી કર્મોનું સ્વતઃ ફળ દેવું. બાંધેલા કર્મપુદ્ગલ પોતાનું કાર્ય કરવામાં જ્યારે સમર્થ થઈ જાય તેને ઉદય કહે છે. જ્યારે તેના નિષેક(કર્મ પુદગલોની એક કાળમાં ઉદય થવા યોગ્ય