________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
૨૧૧
ઉત્પત્તિ થાય છે. એકાંત રૂપે જીવને ચેતન અને કર્મને જડ ન કહી શકાય. કર્મ–પુગલના સહયોગથી જીવ કથંચિત્ જડ છે અને કર્મ પણ ચૈતન્યના સંસર્ગથી કથંચિત્ ચેતન છે. જ્યારે જીવ અને કર્મ પરસ્પર સંપૂર્ણ રૂપે પથક થઈ જાય અને તેમાં કોઈ પણ પ્રકારે સંબંધ રહેતો નથી ત્યારે તે શુદ્ધ અવસ્થામાં આવી જાય છે અર્થાત્ ત્યારે જીવ એકાંત રૂપે ચેતન બની જાય છે અને કર્મ એકાંત રૂપે જડ બની જાય છે.
સંસારી જીવ અને દ્રવ્યકર્મ રૂપ પુલના મળવા પર તેના પ્રભાવથી જ જીવમાં રાગ-દ્વેષાદિ ભાવકર્મની ઉત્પત્તિ સંભવે છે. પ્રશ્ન એ છે કે જો જીવ પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા છે અને પુદ્ગલ પણ પોતાના શદ્ધ સ્વભાવનો કર્યા છે તો રાગદ્વેષ આદિ ભાવોનો કર્તા કોણ ? રાગદ્વેષ આદિ ભાવ ન તો જીવના શુદ્ધ સ્વભાવની અંતર્ગત છે અને ન તો પુદ્ગલના શુદ્ધ સ્વભાવની અંતર્ગત છે, તેથી તેનો કર્તા કોને માનવો?
તેનો ઉત્તર છે – ચેતન આત્મા અને અચેતન દ્રવ્યકર્મના મિશ્રિત રૂપને જ આ અશુદ્ધ-વૈભાવિક ભાવોના કર્તા માની શકાય. રાગ-દ્વેષાદિ ભાવ ચેતન અને અચેતન દ્રવ્યોનાં સંમિશ્રણથી ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે મન, વચન અને કાયા આદિ પણ સંમિશ્રણથી જ ઉત્પન્ન થાય છે. કર્મોની વિભિન્નતા અને વિવિધતાથી જ આ બધી વિચિત્રતાઓ થયા કરે છે.
નિશ્ચય દષ્ટિએ કર્મનું કર્તત્વ અને ભોક્તત્વ માનનારા ચિંતકો કહે છે કે- આત્મા પોતાનાં સ્વાભાવિક જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનો અને વૈભાવિક ભાવ, રાગ-દ્વેષ આદિનો કર્તા છે પરંતુ તેના નિમિત્તથી જે પુગલ પરમાણુઓમાં કર્મરૂપે પરિણમન થાય છે તેનો કર્તા તે નથી. જેમ કે ઘડાનો કર્તા માટી છે, કુંભાર નથી. વ્યવહારથી કુંભારને ઘડાનો કર્તા મનાય છે પરંતુ તેનો સાર એટલો જ છે કે ઘટ–પર્યાયમાં કુંભાર નિમિત્ત છે. વસ્તુતઃ ઘટ કૃતિકાનો એક ભાવ છે તેથી તેનો કર્તા માટી જ છે.
પરંતુ ઉપરોક્ત ઉદાહરણ બરાબર નથી. આત્મા અને કર્મનો સંબંધ ઘડા અને કુંભારની જેમ નથી. ઘટ અને કુંભાર પરસ્પર એકમેક નથી. જ્યારે આત્મા અને કર્મ નીરક્ષીરવત્ એકમેક બની જાય છે તેથી કર્મ અને આત્માનું પરિણમન ઘટ અને કુંભારના પરિણમનથી અલગ છે. કર્મ–પરમાણુઓ અને આત્મપ્રદેશોનું પરિણમન જડ અને ચેતનાનું મિશ્રિત પરિણમન હોય છે તેમાં અનિવાર્ય રૂપે બંને ય પરસ્પર પ્રભાવિત બને છે પરંતુ ઘટ અને કુંભારના સંબંધમાં તેમ નથી. આત્માના વૈભાવિક ભાવોનાં કારણે પુદ્ગલ-પરમાણુ તેની તરફ ખેંચાય છે તેથી તે તેના આકર્ષણમાં નિમિત્ત છે, તે પરમાણુ આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને કર્મ રૂપે પરિણત થઈ જાય છે તેથી આત્મા કર્મોનો કર્તા છે. વૈભાવિક ભાવો રૂપે આત્માને તેનું ફળ પણ ભોગવવું જ પડે છે તેથી તે કર્મોનો ભોક્તા પણ છે. (૧૫) કર્મની મર્યાદા :
જૈન કર્મ સિદ્ધાંતનો એ સ્પષ્ટ અભિપ્રાય છે કે; કર્મનો સંબંધ વ્યક્તિનાં શરીર, મન અને આત્મા સાથે છે. વ્યક્તિના શરીર, મન અને આત્માની એક સુનિશ્ચિત સીમા છે અને તે જ સીમામાં તે સીમિત રહે છે. એ જ પ્રમાણે કર્મ પણ તે જ સીમામાં પોતાનું કાર્ય કરે છે. જો કર્મની સીમા ન માનો તો આકાશની જેમ તે પણ સર્વ વ્યાપક થઈ જશે. વાસ્તવમાં આત્માનું સ્વદેહપરિમાણત્વ પણ કર્મનું જ કારણ છે. કર્મને કારણે આત્મા દેહમાં છે તો પછી કર્મ તેને છોડીને અન્યત્ર ક્યાં જઈ શકે? સંસારી આત્મા હમેશા કોઈને કોઈ