________________
કર્મ સિદ્ધાંત – ચિંતન
આત્માની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિનાં કારણે જે પુદ્ગલ-પરમાણુ આકૃષ્ટ થઈ પરસ્પર એકમેક બની જાય છે, ક્ષીર નીરવત્ બની જાય, તેને કર્મ કહેવાય છે. આ પ્રમાણે કર્મ પણ જડ-ચેતનનું મિશ્રણ છે. પ્રશ્ન એ થાય કે સંસારી જીવ પણ જડ—ચેતનનું મિશ્રણ અને કર્મ પણ જડ-ચેતનનું મિશ્રણ છે, તો એ બંનેમાં અંતર શું ? તેનું સમાધાન એ છે કે સંસારી આત્માનો ચેતન અંશ જીવ કહેવાય છે અને જડ અંશ કર્મ કહેવાય છે. સંસારી જીવ જડ અને ચેતન અંશનો ભિન્ન ભિન્ન અનુભવ કરી શકતા નથી. તેનું પૃથક્કરણ મુક્તાત્મા જ કરી શકે છે. સંસારી આત્મા સદૈવ કર્મયુક્ત જ હોય છે. કર્મમુક્ત બને ત્યારે જ તે મુક્તાત્મા કહેવાય છે. કર્મ જ્યારે આત્માથી અલગ થાય છે ત્યારે તે કર્મ નહીં પરંતુ પુદ્ગલ કહેવાય છે. આત્મા સાથે બદ્ધ પુદ્ગલ દ્રવ્યકર્મ છે અને વ્યકર્મ યુક્ત આત્માની પ્રવૃત્તિ ભાવકર્મ છે. સૂક્ષ્મ રીતે ચિંતન કરીએ તો આત્મા અને પુદ્ગલનાં ત્રણ સ્વરૂપ છે. (૧) શુદ્ધ આત્મા તે મુક્તાત્મા છે (૨) શુદ્ધ પુદ્ગલ (૩) આત્મા અને પુદ્ગલનું સંમિશ્રણ—તે સંસારી જીવમાં છે. કર્મનો કર્તૃત્વ અને ભોક્તત્વનો સંબંધ આત્મા અને પુદ્ગલની સંમિશ્રણ અવસ્થામાં છે.
(૧૦) આત્મા અને કર્મનો સંબંધ :
૨૦૭
સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે અમૂર્ત આત્મા મૂર્ત કર્મ સાથે કેવી રીતે બંધાય ? તેનું સમાધાન એ છે ૐ– પ્રાયઃ બધાં આસ્તિક દર્શનોએ સંસાર અને જીવાત્માને અનાદિ માને છે. અનાદિકાળથી આત્મા કર્મથી બદ્ધ અને વિકારી છે. કર્મબદ્ધ આત્માઓ કથંચિત્ મૂર્ત છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વરૂપથી અમૂર્ત હોવા છતાં પણ તે સંસારદશામાં મૂર્ત છે.
સર્વ કર્મોથી સર્વથા મુક્તાત્મા અર્થાત શુદ્ધાત્માને કર્મનો બંધ કદાપિ થતો નથી. કર્મબદ્ધ આત્માને જ કર્મનો બંધ થાય છે. તેથી મૂર્ત કર્મનો કચિત્ મૂર્ત જીવ સાથે બંધ થાય છે. આ બંધની પરંપરા અનાદિ કાળથી ચાલે છે.
મૂર્ત માદક દ્રવ્યોની અસર અમૂર્ત જ્ઞાનાદિ પર થાય, તે જ રીતે મૂર્ત કર્મો અમૂર્ત આત્મા પર પોતાનું ફળ પ્રદર્શિત કરે છે.
(૧૧) કર્મ કોણ બાંધે છે ?
મોહકર્મનો ઉદય થતાં જીવ રાગદ્વેષમાં પરિણત થાય છે અને તે અશુભ કર્મો બાંધે છે. મોહરહિત જે વીતરાગી છે તે યોગના કારણે શુભ કર્મનો બંધ કરે છે.
ગૌતમ- હે ભગવન્ ! દુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય છે કે અદુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય
છે?
ભગવાન હૈ ગૌતમ ! દુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય છે, અદુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ થતા નથી. દુ:ખનો સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, વેદના અને નિર્જરા દુ:ખી જીવ કરે છે, અદુઃખી જીવ કરતા નથી.
ગૌતમ- હે ભગવન્ ! કર્મ કોણ બાંધે છે ? સંયત, અસંયત અથવા સંયતાસંયત ?