________________
| ૨૦૬ |
શ્રી વિપાક સૂત્ર
માને છે. આ એક અનુભવસિદ્ધ સિદ્ધાંત છે કે વસ્તુનો જે ગુણ હોય છે તેનો વિઘાતક ન હોય. આત્માનો ગુણ તેને માટે આવરણનું, પાતંત્ર્યનું કે દુઃખનું કારણ બનતું નથી. કર્મ આત્મા માટે આવરણનું, પરતંત્રતાનું અને દુઃખનું કારણ છે, ગુણોનું વિઘાતક કારણ છે તેથી તે આત્માનો ગુણ હોય શકે નહીં.
બેડીથી માનવ બંધાય છે, મદિરાપાનથી પાગલ બને છે અને ક્લોરોફોર્મથી બેભાન બને છે. આ બધી પૌગલિક વસ્તુઓ છે. બસ, આ જ પ્રમાણે કર્મના સંયોગથી આત્માની પણ આવી અવસ્થા થાય છે, તેથી કર્મ પણ પૌલિક છે. બેડી આદિનું બંધન બાહ્ય છે, તેની શક્તિ અલ્પ છે પરંતુ કર્મ આત્માની સાથે ચોંટેલા અત્યંત શક્તિમાન સૂક્ષ્મ સ્કંધ છે, તેથી જ બેડી આદિની અપેક્ષાએ કર્મ–પરમાણુઓનો જીવાત્મા પર ઘણો ઊંડો અને આંતરિક પ્રભાવ પડે છે.
જે પુલ પરમાણુ કર્મ રૂપે પરિણત થાય છે, તેને કર્મવર્ગણા કહેવાય છે અને જે શરીર રૂપે પરિણત થાય છે તેને નોકર્મવર્ગણા કહે છે. આ બંને પ્રકારના પરમાણુઓથી લોક પૂર્ણ છે. શરીર પૌગલિક છે, તેનું કારણ કર્મ છે તેથી તે પણ પૌગલિક છે. પદુગલિક કાર્યનું સમવાયી કારણ પગલિક હોય છે. માટી આદિ ભૌતિક છે અને તેનાથી બનતા પદાર્થ પણ ભૌતિક જ હોય છે.
અનુકૂળ આહારાદિથી સુખની અનુભૂતિ થાય છે અને શસ્ત્રાદિના પ્રહારથી દુઃખની અનુભૂતિ થાય છે. આહાર અને શસ્ત્ર પૌલિક છે. એ જ પ્રમાણે સુખ–દુઃખના પ્રદાતા કર્મ પણ પૌદગલિક છે.
બંધની દષ્ટિથી જીવ અને પુદ્ગલ બંને એકમેક છે પરંતુ લક્ષણની દષ્ટિએ બંને ભિન્ન છે. જીવ અમૂર્ત અને ચેતનાવાન છે અને પુદ્ગલ મૂર્ત અને અચેતન છે.
ઈન્દ્રિયોના વિષય, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ મૂર્તિ છે અને તેનો ઉપયોગ કરનારી ઈન્દ્રિયો પણ મૂર્ત છે. તેનાથી થનારાં સુખ-દુઃખ પણ મૂર્તિ છે, તેથી તેનાં કારણભૂત કર્મ પણ મૂર્તિ છે.
મૂર્ત જ મૂર્ત સાથે બંધાય છે. અમૂર્ત જીવ મૂર્ત કર્મોને અવકાશ આપે છે. તે જીવ કર્મોથી અવકાશરૂપ બની જાય છે.
જૈનદર્શનમાં કર્મ શબ્દ ક્રિયાનો વાચક નથી પરંતુ આત્મા પર લાગેલા સૂક્ષ્મ પૌગલિક પદાર્થનો વાચક છે.
જીવ પોતાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓથી કર્મવર્ગણાના પુદ્ગલોને આકર્ષિત કરે છે. કર્મબદ્ધ આત્મા ત્રિયોગની પ્રવૃત્તિ કરે છે. જીવની સાથે કર્મ ત્યારે જ બંધાય જ્યારે મન, વચન, કાયાની પ્રવૃત્તિ થાય. આ પ્રમાણે કર્મ અને કર્મથી થતી પ્રવૃત્તિની પરંપરા અનાદિકાળથી ચાલે છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્ય-કારણ ભાવને લક્ષ્યમાં રાખી પુગલ પરમાણુઓનાં પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ કહેલ છે અને રાગ-દ્વેષાદિ રૂપ પ્રવૃત્તિઓને ભાવકર્મ કહેલ છે. આ પ્રમાણે કર્મના મુખ્ય બે ભેદ- દ્રવ્યકર્મ અને ભાવકર્મ. જેવી રીતે વૃક્ષથી બીજ અને બીજથી વૃક્ષની પરંપરા અનાદિકાળથી ચાલે છે તે જ પ્રમાણે દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મની પરંપરા અનાદિ છે.
કર્મના કર્તૃત્વ અને ભોøત્વનો સંબંધ સંસારી જીવ સાથે છે, મુક્તાત્મા સાથે નથી. સંસારી જીવ કર્મબદ્ધ છે, તેમાં જડ-ચેતનનું મિશ્રસ્વરૂપ છે. મુક્તાત્મા કર્મ રહિત છે. તે શુદ્ધ ચેતનારૂપ છે. બદ્ધ