________________
| અધ્યયન-૨ થી ૧૦
[ ૧૭૧ |
(
અધ્યયન બે થી દસ ટ |
| પરિચય :
બીજાથી દસમા અધ્યયન સુધી નગરી આદિના નામોમાં ભિન્નતા છે. શેષ સર્વ વર્ણન સમાન છે તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે અર્થાત્ જન્મ, બચપણ, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મશ્રવણ, શ્રાવક વ્રત, જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ–મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું.
પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમારની સમાન જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસ ખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી દાન, દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઈત્યાદિ.
પહેલા, બીજા, ત્રીજા અને દસમા અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષે જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી અર્થાત્ ઉપાસકદશા, અંતગડદશા, અનુત્તરોપપાતિક, દુઃખવિપાક આદિ સૂત્રોની સમાન આ સૂત્રમાં પણ અધ્યયનોની સમાનતા(ભવપરંપરા માટેની) હોવી જોઈએ. તેથી એવી સંભાવના હોઈ શકે કે સંક્ષિપ્ત પાઠ લખવામાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય અર્થાત્ "
ના સ્થાન પર'નાવસિદ્ધ લખવાની ભૂલ થઈ ગઈ હોય.આ ભૂલનો સ્વીકાર કરતાં ઉક્ત બધા સૂત્રોના અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અર્થાત્ બધા પંદર ભવ કરી મોક્ષ પ્રાપ્ત કરશે. તત્ત્વ કેવળી ગય.