________________
અધ્યયન-૧/સુબાહુકુમાર
૧૬૯ ]
માસની સંલેખના(સંથારા)થી કષાય અને શરીરને ક્રશ કરીને સાઠ ભક્ત (ભોજન)નું અનશન દ્વારા છેદન કરીને અર્થાતુ ૩૦ દિવસના ઉપવાસ કરી આલોચના અને પ્રતિક્રમણપૂર્વક સમાધિને પ્રાપ્ત થઈને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને સૌધર્મ નામના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
સુબાહુકુમારનું ભવિષ્ય :२० से णं ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं चइत्ता माणुस्सं विग्गहं लभिहिइ, केवलं बोहिं बुज्झिहिइ, तहारूवाणं थेराण अतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सइ । से णं तत्थ बहूई वासाइं सामण्णं पाउणिहिइ, आलोइयपडिक्कंते समाहिपत्ते कालगए सणंकुमारे कप्पे देवत्ताए उव्वज्जिहिइ ।
__से णं ताओ देवलोगाओ माणुस्स, पव्वजा, बंभलोए । माणुस्सं, तओ महासुक्के । तओ माणुस्सं, आणए देवे । तओ माणुस्सं, आरणे । तओ माणुस्सं, सव्वट्ठसिद्धे ।
से णं तओ अणंतरं उवट्टित्ता महाविदेहे वासे जाइं कुलाई भवंति अड्डाई, एवं जहा दढपइण्णे जाव सिज्झिहिइ । ભાવાર્થ ત્યાર પછી તે સુબાહુકુમારનો જીવ સૌધર્મદેવલોકના આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય થવા પર દેવના શરીરને છોડીને સીધા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. ત્યાં કેવળી ભગવાનના ધર્મને પ્રાપ્ત કરશે અને તથારૂપના સ્થવિરોની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને સાધુધર્મમાં દીક્ષિત થશે. ત્યાં તે ઘણાં વર્ષો સુધી સંયમવ્રતનું પાલન કરશે અને આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત કરશે, આયુષ્ય પૂર્ણ કરી, કાળધર્મ પામીને સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થશે.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તે ફરી મનુષ્યભવ પ્રાપ્ત કરશે, દીક્ષિત થશે, બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્ય થઈને મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને ફરી મનુષ્યભવમાં જન્મ લેશે અને દીક્ષિત થઈને આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરી મનુષ્યભવમાં આવીને દીક્ષિત થઈ આરણ નામના અગિયારમાં દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ પામીને અણગાર ધર્મની આરાધના કરી શરીરનો અંત (મૃત્યુ) થવા પર સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને સુબાહુકુમારનો જીવ સીધો મહાવિદેહ ક્ષેત્રમાં સંપન્ન કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં દઢપ્રતિજ્ઞની જેમ ચારિત્ર ગ્રહણ કરીને ભાવતુ સિદ્ધપદને પ્રાપ્ત કરશે.
વિવેચન :
"મા ઉM" આદિ ત્રણ શબ્દોની વ્યાખ્યા વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ આ પ્રમાણે કરી