________________
૧૬ ]
શ્રી વિપાક સૂત્ર
कयवणमालजक्खाययणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।
तए णं से सुबाहुकुमारे समणोवासए जाए अभिगयजीवाजीवे जावपडिलाभे माणे विहरइ । ભાવાર્થ : [ગૌતમ) હે પ્રભો ! સુબાહુકુમાર આપશ્રીના ચરણોમાં મુંડિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ અંગીકાર કરવામાં સમર્થ છે? અર્થાતુ સંયમ ગ્રહણ કરશે?
ભિગવાન] હા ગૌતમ! છે અર્થાત્ તે પ્રવ્રજિત થશે. ત્યાર પછી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં વિચરવા લાગ્યા.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કોઈ અન્ય સમયે હસ્તિશીર્ષનગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલ નામના યક્ષાયતનથી વિહાર કરીને અન્ય દેશોમાં વિચરવા લાગ્યા.
આ બાજુ સુબાહુકુમાર શ્રમણોપાસક શ્રાવક થઈ ગયા. જીવ અજીવ વગેરે તત્ત્વોના જાણકાર (મર્મજ્ઞ) થયા યાવત્ આહારાદિના દાનથી લાભને પ્રાપ્ત કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. | १५ तए णं से सुबाहुकुमारे अण्णया कयाइ चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु जेणेव पोसहसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारं दुरूहइ, दुरूहित्ता अट्ठमभत्तं पगिण्हइ, पगिण्हित्ता पोसाहसालाए पोसहिए अट्ठमभत्तिए पोसह पडिजागरमाणे पडिजागरमाणे विहरइ । ભાવાર્થ : કોઈ વખતે સુબાહુકુમાર ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમાની આ તિથિઓના દિવસોમાંથી કોઈ એકદિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા, જઈને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસવણભૂમિ અર્થાત્ મળમૂત્ર વિસર્જન કરવાના સ્થાનની પ્રતિલેખના–નિરીક્ષણ કર્યું, દર્ભ–ઘાસનું આસન બિછાવ્યું, બિછાવીને દર્ભના આસન પર આરૂઢ થયા અને અષ્ટમભક્ત(ત્રણ દિવસના એક સાથે ઉપવાસ)ને ગ્રહણ કર્યું. પૌષધશાળામાં પૌષધવ્રત ધારણ કરીને તે અટ્ટમ સહિત પૌષધરૂ૫ ધાર્મિક અનુષ્ઠાનનું યથાવિધિ પાલન કરતાં રહેવા લાગ્યા. |१६ तए णं तस्स सुबाहुस्स कुमारस्स पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए कप्पिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- धण्णा णं ते गामागर-णगर-णिगम रायहाणि-खेड-कब्बड