________________
| અધ્યયન-૯/દેવદત્તા
| १३१
पासायवडिंसयसयाई कारेंति, अब्भुगयमूसियाई । तए णं तस्स सीहसेणस्स कुमारस्स अम्मापियरो अण्णया कयाइ सामापामोक्खाणं पंचण्ह रायवरकण्णगसयाणं एगदिवसे पाणिं गिण्हार्विसु । पंचसयओ दाओ । तए णं से सीहसेणे कुमारे सामापामोक्खाहिं पंचसयाहिं देवीहिं सद्धिं उप्पि पासायवरगए जाव विहरइ । ભાવાર્થ : ત્યાર પછી સિંહસેન રાજકુમારના માતાપિતાએ એક વાર અત્યંત વિશાળ પાંચસો ઉત્તમ મહેલો તૈયાર કરાવ્યા. તેઓએ સિંહસેન રાજકુમારના શ્યામા વગેરે પાંચસો સુંદર રાજકન્યાઓ સાથે એક જ દિવસે લગ્ન કરાવ્યા, પાંચસો પાંચસો વસ્તુઓનું પ્રતિદાન-દહેજ આપ્યું. ત્યાર પછી રાજકુમાર સિંહસેન શ્યામા વગેરે તે પાંચસો રાજકન્યાઓ સાથે ઊંચા મહેલોમાં રમણ કરતો આનંદપૂર્વક રહેવા લાગ્યો. | ७ तए णं से महासेणे राया अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते । णीहरणं । राया जाए। ભાવાર્થ : ત્યાર પછી સમય વ્યતિત થતાં મહારાજા મહાસેન મૃત્યુ પામ્યા. રાજકુમારે અંત્યેષ્ઠી ક્રિયા કરી અને ત્યાર પછી તે રાજા બન્યો. | ८ तए णं से सीहसेणे राया सामाए देवीए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे अवसेसाओ देवीओ णो आढाइ णो परिजाणाइ, अणाढायमाणे अपरिजाणमाणे विहरइ ।
तए णं तासिं एगूणगाणं पंचण्हं देवीसयाणं एगूणाई पच्चमाईसयाई इमीसे कहाए लद्धट्ठाई समाणाई- एवं खलु सीहसेणे राया सामाएदेवीए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे अम्हं धूयाओ णो आढाइ, णो परिजाणाइ, अणाढायमाणे, अपरिजाणमाणे विहरइ । तं सेयं खलु अम्हं सामं देविं अग्गिप्पओगेण वा विसप्पओगेण वा, सत्थप्पओगेण वा जीवियाओ ववरोवित्तए, एवं संपेहेंति, संपेहित्ता सामाए देवीए अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणीओ विहरति ।
ભાવાર્થ : મહારાજ સિંહસેન શ્યામા રાણીમાં મૂચ્છિત, વૃદ્ધ–તેની જ આકાંક્ષાવાળો, ગ્રથિત–તેની સ્નેહજાળમાં બંધાયેલ અને અધ્યપપન્ન–તેમાં જ આસક્ત થઈ ગયો. તે બીજી રાણીઓનો ન તો આદર કરતો, ન તેમનું ધ્યાન પણ રાખતો, પરંતુ રાણીઓનો અનાદર અને વિસ્મરણ કરતો આનંદપૂર્વક રહેવા લાગ્યો.
તે ૪૯૯ રાણીઓની ૪૯૯ માતાઓએ જ્યારે જાણ્યું કે મહારાજ સિંહસેન શ્યામા રાણીમાં