________________
| અધ્યયન-૯દેવદત્તા
૧૨૭ |
િનવમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ "દેવદત્તા છે. તેમાં દેવદત્તા નામની શેઠકન્યાની ભોગાસક્તિ અને તેનું પરિણામ વર્ણવેલ છે.
રોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીદેવી નામની રાણી અને પુષ્પગંદી નામનો રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેને દેવદત્તા નામની દીકરી હતી. તરૂણાવસ્થામાં પ્રવેશેલી તે કન્યા સખીઓ સાથે મકાન ઉપર અગાસીમાં રમતી હતી ત્યારે વૈશ્રમણદત્ત રાજાએ તે કન્યાને જોઈ અને તુરત જ તેની આંખમાં વસી ગઈ. રાજાએ પોતાના રાજકુમાર પુષ્પનંદી માટે તે કન્યાની માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર કર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા.
કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા મૃત્યુ પામ્યો અને પુષ્પગંદી રાજા બન્યો. પિતાની ગેરહાજરીમાં રાજાએ માતા શ્રીદેવીની અત્યંત ભક્તિ કરી. શ્રીદેવી સો વર્ષનાં થયાં; તેથી પુષ્પગંદી રાજા માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. તેને પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો હતો. દેવદત્તાને સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી.
એક દિવસ શ્રીદેવી સુખપૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહ દંડ ગરમ કર્યો. દંડને સાણસીથી પકડી સૂતેલી સાસુના ગુદાદ્વારમાં ખૂંચાડી દીધો. શ્રીદેવી તીવ્ર વેદના સાથે તત્કાળ મૃત્યુ પામી.
વેદનાપૂર્ણ ચીસ સંભળાતા શ્રીદેવીની દાસીઓ ત્યાં હાજર થઈ. દાસીઓએ દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રીદેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. પુષ્પનંદી રાજાએ અત્યંત દુઃખિત હૃદયે અંત્યક્રિયા કરી. પછી દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત કર્યો. તેને બાંધીને તેના કાન, નાક કાપીને હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવી, વધસૂચક વસ્ત્રો પહેરાવ્યાને શરીરને લાલ ગેરુથી લિપ્ત કર્યું. આ સ્ત્રી પોતાનાં દુઃષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુઃખ નથી આપતું. એવી ઘોષણા કરતાં રાજપુરુષો તેને અનેક પ્રકારે પીડા દેતાં, માર મારતાં, વધસ્થાન તરફ લઈ જતા હતા.
ગોચરીએ નીકળેલા ગૌતમ સ્વામીએ માણસના ટોળાંની વચ્ચે નરકતુલ્ય દુઃખ ભોગવી રહેલી તે સ્ત્રીને જોઈ. ઉદ્યાનમાં આવી ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું– ભંતે ! આ સ્ત્રીએ એવા કયા કર્મો બાંધ્યા છે કે જેથી આવું દુઃખ ભોગવી રહી છે? ભગવાને તેનો પૂર્વભવ કહ્યો