________________
શ્રી વિપાક સૂત્ર
ભાવાર્થ : ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો- ભંતે ! શૌરિકદત્ત માછીમાર અહીંથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
૧ર
ભગવાને કહ્યું– હે ગૌતમ ! ૭૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. તેનું રોષ સંસાર ભ્રમણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. પૃથ્વીકાય આદિમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુરમાં મત્સ્ય થશે અને માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થઈ, ત્યાં હસ્તિનાપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મ લેશે તેને ધર્મની પ્રાપ્તિ થશે. ત્યાંથી મરણ પામીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન ચશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મશે અને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને, તેની સમ્યક્ આરાધનાથી સિદ્ધપદને પ્રાપ્ત કરશે.
ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
વિવેચન :
સંસારમાં નોકરી, વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જોઈએ કારણ કે તેવા પરિણામોથી અત્યંત દુઃખદાયી કર્મોનો બંધ થાય છે.
વર્તમાનમાં મસ્ત રહેનાર અને ભવિષ્યનો વિચાર ન કરનાર પ્રાણી યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે.
શૌરિકદત્તની વેદનામાં માછલીનો કાંટો ગળામાં ખૂંચી જવો તે નિમિત્ત માત્ર હતું પરંતુ તેની ઘોર વેદનાનું મુખ્ય કારણ તેના પૂર્વભવનાં સૌચત કર્મ હતા. એક રસોયાના રૂપમાં તેણે માંસાહાર કરવા અને કરાવવામાંનો ચીકણા કર્મોનો બંધ કર્યો. તે અશુભ કર્મોના ઉદયે તેને દારુણ દુઃખોને ભોગવ્યા. બાંધેલા કર્મોનો ઉદય ભવ-ભવાંતરમાં ગમે ત્યારે થાય છે, તેથી જીવે કર્મ બાંધતા વિચાર કરવો જોઈએ, માટે જ કહ્યું છે કે બંધ સમયે જીવ ચેતજે, ઉદયે શો સંતાપ.
॥ અધ્યયન-૮ સંપૂર્ણ ॥