________________
| १२४ ।
શ્રી વિપાક સૂત્ર
અને ધાન્યાદિ લઈને કામ કરનારા તેના બીજા પગારદાર પુરુષો તડકામાં સુકાયેલાં તે મત્સ્યોનાં માંસને શુળમાં પરોવીને પકાવતાં, તળતાં અને ભૂંજતાં અને તેને રાજમાર્ગ ઉપર વેંચતા હતા. તેનાથી જ આજીવિકા ચલાવતા હતા. શૌરિકદત્ત પોતે પણ શૂળથી પકાવેલ, ભૂજેલ અને તળેલ તે બધા પ્રકારના મત્સ્યોનાં માંસ તથા વિવિધ પ્રકારની સુરા, સીધુ આદિ મદિરાઓનું સેવન કરતો અને વેંચતો હતો.
|१२ तए णं तस्स सोरियदत्तस्स मच्छंधस्स अण्णया कयाइ ते मच्छसोल्ले य तलिए य भज्जिए य आहारेमाणस्स मच्छकंटए गलए लग्गे यावि होत्था । तए णं से सोरियदत्ते मच्छंधे महयाए वेयणाए अभिभूए समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सोरियपुरे णयरे सिंघाडग जाव पहेसु य महया महया सद्देणं उग्घोसेमाणा एवं वयहएवं खलु देवाणुप्पिया सोरियदत्तस्स मच्छकंटए गले लग्गे । तं जो णं इच्छइ वेज्जो वा वेज्जपुत्तो वा जाणुओ वा जाणुयपुत्तो वा तेगिच्छिओ वा तेगिच्छियपुत्तो वा सोरियदत्तस्स मच्छकंटयं गलाओ णीहरित्तए, तस्स णं सोरियदत्ते विउलं अत्थसंपयाणं दलयइ । तए णं ते कोडुंबियपुरिसा जाव उग्घोसेंति ।
ત્યાર પછી કોઈ વખતે શૂળ દ્વારા પકાવેલાં, તળેલાં અને ભૂજેલા મત્સ્ય માંસનો આહાર કરતાં તે શૌરિકદત્ત માછીમારના ગળામાં માછલીનો કાંટો ખેંચી ગયો, તેથી તે તીવ્ર વેદનાનો અનુભવ કરવા લાગ્યો. અત્યંત દુઃખી થયેલા શૌરિકદત્તે પોતાના અનુચરો-નોકરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! શૌરિકપુર નગરના ત્રિકોણમાર્ગો યાવતું સામાન્ય માર્ગો પર જઈને મોટા અવાજથી આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો- હે દેવાનુપ્રિયો ! શૌરિકદત્તના ગળામાં મત્સ્યનો કાંટો(ખેંચી) લાગી ગયો છે. જો કોઈ વૈદ્ય કે વૈધપુત્ર, જાણકાર કે જાણકારના પુત્ર, ચિકિત્સક કે ચિકિત્સકપુત્ર શૌરિકદત્તના ગળામાંથી તે મત્સ્યકંટકને કાઢી દેશે, તેને શૌરિકદર ઘણું ધન આપશે. ત્યારે અનુચરોએ તેની આજ્ઞાનુસાર આખા નગરમાં ઉદ્ઘોષણા કરી.
|१३ तए णं बहवे वेज्जा य जाव तेगिच्छियपुत्ता य इमेयारूवं उग्घोसणं उग्घोसिज्जमाणं णिसाति, णिसामित्ता जेणेव सोरियदत्तस्स मच्छंधस्स गेहे, जेणेव सोरियदत्ते मच्छंधे तेणेव उवागच्छंति, उवागच्छित्ता बहूहिं उप्पत्तियाहि य वेणइयाहि य कम्मियाहि य पारिणामियाहि य बुद्धीहिं परिणामेमाणा परिणामेमाणा वमणेहि य छडणेहि य ओवीलणेहि य कवलग्गाहेहि य सल्लुद्धरणेहि य विसल्लकरणेहि य इच्छंति सोरियदत्तस्स मच्छंधस्स मच्छकंटयं