________________
શ્રી વિપાક સૂત્ર
तस्स णंदुज्जोहणस्स-चारगपालस्स बहवे सिलाण य लउडाण य मोग्गराण य कणंगराण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे तंतीण य वरत्ताण य वागरज्जूण य वालयसुत्तरज्जूण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे असिपत्ताण य करपत्ताण य खुरपत्ताण य कलंबचीरपत्ताण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिटुंति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे लोहखीलाण य कडगसक्कराण य चम्मपट्टाण य अल्लपट्टाण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिटुंति ।
तत्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे सूईण य डंभणाण य कोट्टिल्लाण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे सत्थाण य पिप्पलाण य कुहाडाण य णहच्छेयणाण य दब्भइयाण य पुंजा य णिगरा य सण्णिक्खित्ता चिटुंति ।
ભાવાર્થ : દુર્યોધન નામના તે કારાગૃહ અધિપતિ(જેલર) પાસે નીચે પ્રમાણે કારાગારનાં ઉપકરણો હતાં. તેને ત્યાં અનેક પ્રકારની લોહમય કંડીઓ હતી. જેમાંથી કેટલીક પીગાળેલા ગરમ તામ્રથી પૂર્ણ હતી, કેટલીક જસતના ગરમ રસથી પરિપૂર્ણ હતી. કેટલીક સીસાના રસથી પરિપૂર્ણ હતી, કેટલીક ચૂર્ણ મિશ્રિત જળ(જે જળનો સ્પર્શ થતાં જ બળતરા થાય)થી ભરેલી હતી અને કેટલીક ક્ષારયુક્ત તેલથી ભરેલી હતી અને તે અગ્નિ પર જ મૂકી રાખવામાં આવતી હતી.
દુર્યોધન નામના જેલર પાસે ઊંટોના પૃષ્ઠભાગ સમાન મોટાં મોટાં અનેક માટલાં હતાં. તેમાંથી કેટલાંક ઘોડાનાં મૂત્રથી ભરેલાં હતાં, કેટલાંક હાથીનાં મૂત્રથી ભરેલાં હતાં, કેટલાંક ઊંટનાં મૂત્રથી હતાં, કેટલાંક ગાયોના મૂત્રથી, કેટલાક ભેંસોનાં મૂત્રથી, કેટલાંક બકરાઓનાં મૂત્રથી અને કેટલાંક ઘેટાનાં મૂત્રથી ભરેલાં હતાં.
તે દુર્યોધન નામના જેલર પાસે અનેક હસ્તાંદુક હાથની કાષ્ટમય બેડીઓ, પાદાંદુક–પગની બેડીઓ, લાકડાની બેડી, લોખંડની બેડી અને લોખંડની સાંકળોના શિખરયુક્ત અને શિખર રહિત ઢગલાઓ હતા.
તે દુર્યોધન જેલર પાસે અનેક વાંસની ચાબુકો, વેંત–નેતરની ચાબુકો, આંબલીની ચાબુકો, કોમળ ચામડાની ચાબુકો, સામાન્ય ચામડાની ચાબુકો અને વૃક્ષની છાલથી બનાવેલ ચાબુકોના પુંજ (શિખર સહિતના ઢગલાઓ) અને નિકર(શિખર રહિતના ઢગલાઓ) હતા.