________________
| અધ્યયન-૪/શકટકુમાર
[૭૧]
૦િ ચોથું અધ્યયન )
પરિચય :
આ અધ્યયનમાં 'શકટકુમાર' નામના એક દુઃખી બાળકનું જીવન વૃત્તાંત છે. તે બાળકના નામ ઉપરથી આ અધ્યયનનું નામ "શકટકુમાર" રાખવામાં આવ્યું છે.
સાહજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષેણ નામનો પ્રધાન હતો. તે જ નગરીમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. તે સુંદર અને રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતાપિતા મૃત્યુ પામ્યા. ઉક્ઝિતકની જેમ એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો અને ત્યાં જ ભોગાસક્ત બની રહેવા લાગ્યો.
એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્નીના સ્વરૂપમાં સ્વીકારી લીધી. મોકો મળતાં શકટકુમાર પણ મંત્રી પત્ની બનેલી સુદર્શના વેશ્યા પાસે પહોંચી જતો. એકદા સુદર્શન સાથે ભોગ ભોગવતા મંત્રીના હાથે તે પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત કર્યો. મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે' આ પ્રમાણે ફરિયાદ કરતાં રાજાએ કહ્યું, 'તમને યોગ્ય લાગે તે દંડ કરો'. શકટ અને સુદર્શના બંનેને બાંધી ચૌટા ઉપર મારતાં મારતાં નગરમાં ફેરવ્યાં.
ભિક્ષા અર્થે ગૌતમ સ્વામી નગરમાં પધાર્યા. શટ અને સુદર્શનાની દુર્દશા જોઈ ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી, તેનું કારણ પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું.
આ ભારતવર્ષમાં છગલપુરમાં છર્ણિક નામનો કસાઈ રહેતો હતો. તે ધનાઢય છતાં અધર્મી હતો. તે માંસ-મદિરા સેવનમાં આસક્ત હતો. તે મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો. તે સાથે મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ, મોર, પાડા આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને પોતાનું પરમ કર્તવ્ય સમજતો. તેથી ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરતાં કરતાં, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંનું દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, દુઃખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસક્ત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી આવી દુર્દશાને પામ્યો છે.
હવે ચૌટા ઉપર ફેરવીને બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમા સાથે આલિંગન કરાવશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેનાં નામ શકટ અને સુદર્શના રાખવામાં