________________
| ૭૦ |
શ્રી વિપાકે સૂત્ર
जाव अंत काहिइ । णिक्खेवो जहा पढमस्स ।
ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો– હે ભગવંત ! તે ચોરસેનાપતિ અગ્નિસેન મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! ચોરસેનાપતિ અભગ્નસેન ૩૭ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવવાથી મૃત્યુપામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં નારકી રૂપે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. ત્યાર પછી પ્રથમ નરકથી નીકળીને શેષ સંસાર પરિભ્રમણ કરતાં (પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રની જેમ થાવત વાયુકાય, તેજસુકાય, અપૂકાય, પૃથ્વીકાય આદિમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બનારસ નગરીમાં ડુક્કર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં ડુક્કરના શિકારીઓ દ્વારા તેને મારવામાં આવશે ત્યાર પછી તે જ બનારસ નગરીના શ્રેષ્ઠીકુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાલ્યાવસ્થા ત્યાગ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થતાં, પ્રવ્રજિત થઈને, સંયમ પાલન કરીને યાવત્ નિર્વાણ પામશે, જન્મ-મરણનો અંત કરશે.
નિક્ષેપ- ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણી લેવું જોઈએ.
વિવેચન :
શારીરિક બળ ગમે તેટલું પણ જો તેનો ઉપયોગ ૧૮ પાપના સેવનમાં કરવામાં આવે તો તેના વિપાક રૂપે જીવ અવશ્ય દુઃખોને પ્રાપ્ત થાય છે. પાપકૃત્ય કરનારો ચોરસેનાપતિ અભગ્નસેન શક્તિથી નહીં પણ કપટથી પકડાણો અને આ ભવમાં ઘોર દુઃખો પ્રાપ્ત કરી ભવિષ્યમાં પણ નરકના દુઃખોને જ પામ્યો. માટે કર્મ કરતાં જીવે વિચાર કરવો જોઈએ.
|| અધ્યયન-૩ સંપૂર્ણ .