________________
અધ્યયન-૩/અભસેન
|
૩
|
चोरसएहिं सद्धिं अल्लं चम्म दुरुहइ, दुरुहित्ता सण्णद्धबद्ध जाव रवेणं पुव्वावरण्हकालसमयसि सालाडवीओ चोरपल्लीओ णिग्गच्छइ, णिग्गच्छित्ता विसमदुग्गगहणं ठिए गहियभत्तपाणे तं दंडं पडिवालेमाणे चिट्ठइ । ભાવાર્થ :- ત્યાર પછી અગ્નિસેન સેનાપતિએ પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને તૈયાર કરાવી તથા પાંચસો ચોરો સાથે, સ્નાનાદિથી નિવૃત્ત થઈ યાવત સુસજ્જિત થઈ ભોજનશાળામાં તે પુષ્કળ અશનાદિ વસ્તુઓ તથા છ પ્રકારની મદિરાઓનું રૂચિ પ્રમાણે અલ્પ કે વધારે પ્રમાણમાં સેવન અને વિતરણ કર્યું.
ભોજન પછી ઉચિત સ્થાન પર આવીને આચમન કર્યું અને મુખના લેપાદિને દૂર કરી પૂર્ણ શુદ્ધ થઈને પાંચસો ચોરો સાથે ભીના ચામડા પર આરોહણ કર્યું. ત્યાર પછી દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કસૂલક આદિથી યુક્ત કવચને ધારણ કરીને યાવતુ આકાશમંડળને ગુંજાયમાન કરતાં અગ્નિસેને શાલાટવી ચોરપલ્લીથી મધ્યાહ્ન સમયમાં પ્રસ્થાન કર્યું. તૈયાર કરાવેલા ખાદ્ય પદાર્થોને સાથે લઈને વિષમ અને ગાઢ વનમાં રહીને તે કોટવાળની રાહ જોવા લાગ્યા. વિવેચન :
અન્ત પમ્પ ફુદ ભીના ચર્મ પર આરોહણ કર્યું ચોરોને ભીના ચર્મ ઉપર બેસાડવાના ત્રણ પ્રયોજન આચાર્યો એ બતાવ્યા છે યથા- આચાર્યશ્રી અભયદેવ સૂરિના મંતવ્ય પ્રમાણે- "બાન્દ્ર વરોહતિ માન્યામસિ" ભીના ચામડા પર બેસવું તે ચોરોનું પોતાનું માંગલિક અનુષ્ઠાન હતું. કારણ કે "નિષ્કલંaો માનવ" આ ઉક્તિ પ્રમાણે અભગ્નસેન અને તેના સાથીઓને કોટવાળના સૈન્યને રસ્તામાં રોકવા જતાં જે વિઘ્નો આવવાની શક્યતા લાગતી હોય તેનો નાશ કરવાની ઈચ્છાથી પ્રસ્થાન પૂર્વે આ મંગલ અનુષ્ઠાન કર્યું.
બીજી માન્યતા પરંપરાનું અનુસરણ કરનારી છે. તે પ્રમાણે આર્ઘ ચર્મ આરોહિત થવાનો પરમાર્થ એ છે કે અનુકૂળ-પ્રતિકૂળ ગમે તે પરિસ્થિતિ આવે પણ પીછે હઠ ન થાય. 'વાર્થ વા થયેય, રેઢ વા પાતયેયમ્' અર્થાત્ કોઈ પણ પ્રયત્ન કરીને કાર્ય પૂર્ણ કર્યા પછી જ જંપીશ. જો કાર્ય નહીં થાય તો દેહનો ત્યાગ કરીશ. આ પ્રતિજ્ઞાથી આબદ્ધ થવાનો દઢતમ સંકલ્પ આર્ઘચર્મ આરોહિત થવાથી પ્રતીત થાય છે.
ત્રીજી માન્યતા એ છે કે જેમ આÁ ચર્મ–ભીનું ચામડું ફેલાય, પહોળું થાય છે તેમ તેના પર આરોહણ કરનારા પણ ધન-જનાદિ પરમ સમૃદ્ધિની વૃદ્ધિ થવા રૂપ ફેલાવાને પામે. આવી ઉચ્ચતમ મહત્વાકાંક્ષા રાખતો અગ્નિસેન અને તેના પાંચસો સાથીઓ ભીના ચામડા પર આરૂઢ થયા. २४ तए णं से दंडे जेणेव अभग्गसेणे चोरसेणावई तेणेव उवागच्छइ, उवागच्छित्ता अभग्गसेणेणं चोरसेणावइणा सद्धिं संपलग्गे यावि होत्था । तए णं अभग्गसेणे चोरसेणावई तं दंडं खिप्पामेव हयमहिय पवरवीरघाइय-विवडियचिंध-धय पडागं