________________
અધ્યયન-૩/અભગ્નસેન
[ ૫૩]
मज्झगयं एगं पुरिसं पासइ अवओडयबंधणं जाव उग्घोसिज्जमाणं । तए णं तं पुरिसं रायपुरिसा पढमंसि चच्चरंसि णिसीयाति, णिसीयावेत्ता अट्ठ चुल्लपिउए अग्गओ घाएंति, घाएत्ता कसप्पहारेहिं तालेमाणा तालेमाणा कलुणं कागणिमंसाई खाति, रुहिरपाणियं च पाएंति । तयाणंतरं च दोच्चंसि चच्चरंसि अट्ठ चुल्लमाउयाओ अग्गओ घाएंति, घाएत्ता कसपहारेहिं तालेमाणा तालेमाणा कलुणं कागणिमसाई खाति, रुहिरपाणियं च पाएंति । एवं तच्चे चच्चरे अट्ठमहापिउए, चउत्थे अट्ठ महामाउयाओ, पंचमे पुत्ते, छठे सुण्हाओ, सत्तमे जामाउया, अट्ठमे धूयाओ, णवमे णत्तुया, दसमे णत्तुईओ, एक्कारसमे णत्तुयावई, बारसमे णत्तुइणीओ, तेरसमे पिउस्सियपइया, चोद्दसमे पिउस्सियाओ, पण्णरसमे माउस्सियापइया, सोलसमे माउस्सियाओ, सत्तरसमे मामियाओ, अट्ठारसमे अवसेस मित्त- णाइणियग-सयण-संबंधि-परियणं अग्गओ घाएंति घाएत्ता कसप्पहारेहिं तालेमाणा तालेमाणा कलुणं कागणिमंसाइं खाति, रुहिरपाणियं च पाएंति । ભાવાર્થ :- કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ શિષ્ય ગૌતમસ્વામી રાજમાર્ગ ઉપર પધાર્યા. ત્યાં તેઓએ અનેક હાથીઓ, ઘોડા તથા સૈનિકોની જેમ શસ્ત્રોથી સુસજ્જિત તેમજ કવચ ધારણ કરેલા અનેક પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનવાળા(હાથને વાળીને પાછળ બાંધેલા) એક પુરુષને જોયો યાવતુ બીજા અધ્યયનની જેમ તેની અનેક રીતે ઉદ્દઘોષણા કરવામાં આવતી હતી.
ત્યાર પછી તે પુરુષને રાજપુરુષોએ ચાર રસ્તાથી વધારે રસ્તા જ્યાં મળતા હોય એવા પ્રથમ ચત્વર(ચોક) પર બેસાડ્યો હતો. બેસાડીને તેની સામે તેના પિતાના આઠ નાના ભાઈઓને(કાકાને) મારી નાખ્યા. પછી તે પુરુષને ચાબુકના પ્રહારથી માર મારીને કરુણ વિલાપ કરતાં કાકાઓના શરીરમાંથી નાના નાના તલ તલ જેવડા ટુકડા કાપી તે માંસ તે પુરુષને ખવડાવતા હતા અને રુધિરનું પાન કરાવતા હતા. ત્યાર પછી રાજપુરુષોએ તે પુરુષને બીજા ચોક પર બેસાડીને તેની સામે તેની આઠ કાકીઓને મારીને, તેના શરીરના તલ તલ જેવડા ટુકડા કરીને તે પુરુષને કોયડાના માર મારીને તેનું માંસ ખવડાવતા હતા અને લોહી પીવડાવતા હતા. ત્રીજા ચોક પર તેના આઠ મહાપિતાઓ(પિતાના મોટા– ભાઈઓ)ને, ચોથા ચોક પર તેની આઠ મહામાતાઓ(ભાભુ)ને, પાંચમા ચોક ઉપર પુત્રોને, છઠ્ઠા ચોક ઉપર તેની પુત્રવધુઓને, સાતમા ચોક ઉપર જમાઈઓને, આઠમા ચોક ઉપર પુત્રીઓને, નવમા ચોક ઉપર પૌત્રો તથા દોહિત્રોને, દશમા ચોક પર પૌત્રીઓ તથા દોહિત્રીઓને, અગિયારમા ચોક પર પૌત્રીઓ અને દોહિત્રીઓના પતિઓને, બારમા ચોક પર પૌત્રો અને દોહિત્રોની પત્નીઓને, તેરમા ચોક પર ફૂવાઓને, ચૌદમા ચોક પર ફૈબાઓને, પંદરમાં ચોક પર માસાઓને, સોળમાં ચોક પર માસીઓને, સત્તરમા ચોક પર મામીઓને, અઢારમા ચોક પર બાકી રહેલા મિત્રો, સ્વજનો, જ્ઞાતિજનો, આપ્તજનો અને