________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
બીજું અધ્યયન
મૃષાવાદ
છ|
મૃષાવાદનું સ્વરૂપ :
१ जंबू ! बिइयं अलियवयणं लहुसग-लहुचवल-भणियं भयंकर दुहकरं अयसकर वेरकरगं अरइ-रइ-रागदोस-मणसंकिलेस-वियरणं अलियणियडिसाइजोयबहुलं णीयजण-णिसेवियं णिस्संसं अप्पच्चयकारगं परमसाहुगरहणिज्ज परपीलाकारगं परमकिण्हलेस्ससेवियं दुग्गइविणिवायविवड्ढणं भवपुणब्भवकरं चिरपरिचिय-मणुगयं दुरंतं बिइयं अहम्मदारं ।
ભાવાર્થ :- હે જંબુ ! બીજું આશ્રયદ્વાર અલીકવચન-મિથ્યાભાષણ છે. આ મિથ્યાભાષણ ગુણ ગૌરવથી રહિત, તુચ્છ, ઉતાવળા અને ચંચળ લોકો દ્વારા બોલાય છે. તે સ્વ–પરને ભય ઉત્પન્ન કરનાર, દુઃખકર, અપયશકર અને વૈર ઉત્પન્ન કરનાર છે. તે અરતિ, રતિ, રાગદ્વેષ અને માનસિક સંકલેશ દેનાર છે; શુભફળથી રહિત છે; ધૂર્તતા અને અવિશ્વસનીય વચનોની પ્રચુરતા દેનાર છે. હલ્કા માણસો તેનું સેવન કરે છે. તે નૃશંસ, ક્રૂર અથવા નિંદનીય છે; વિશ્વસનીયતાનું વિઘાતક હોવાથી અપ્રતીતિકારક છે; ઉત્તમ સાધુજનો-સતુ પુરૂષો દ્વારા નિંદનીય છે; પરને પીડા ઉત્પન્ન કરનાર છે; ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યી જીવો દ્વારા સેવિત છે. તે દુર્ગતિના દુઃખોને વધારનાર અને વારંવાર દુર્ગતિમાં લઈ જનાર છે. ભવ પુનર્ભવ કરાવનાર અર્થાત્ જન્મ-મરણની વૃદ્ધિ કરાવનાર તે ચિર પરિચિત છે અર્થાત્ અનાદિકાળથી જીવ તેનો અભ્યાસી છે. તે નિરંતર સાથે રહેનાર છે અને ઘણી મુશ્કેલીથી તેનો અંત થાય છે અથવા તેનું પરિણામ ઘણું ખરાબ હોય છે. આ બીજું અધર્મ દ્વાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આશ્રવના બીજા ભેદ મૃષાવાદનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે, મૃષાભાષી જીવો અને તેના પરિણામને પ્રદર્શિત કર્યું છે.
મૃષાવાદ ભાષક જીવો :- જે વ્યક્તિ ગુણવાન નથી; જે ક્ષુદ્ર, હીન કે તુચ્છ બુદ્ધિવાળા, ચંચળ ચિત્તવાળા, શીધ્ર આવેશ અને આવેશમાં આવી જનાર, અશુભ પરિણામી, તેમજ જે પોતાના વચનનું