________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
૩૭ ]
પ્રકારના દુઃખ તિર્યંચ યોનીમાં સહન કરવા પડે છે.
માતા-પિતાનો વિયોગ, કાન-નાકાદિની છેદનક્રિયા વગેરેથી શોકાતુર બનવું, શસ્ત્ર, અગ્નિ, વિષ વગેરે પ્રયોગ દ્વારા અભિઘાત પામવો, ગર્દન-ગળું, શિંગડા મરડાઈ જવાથી મરણ થવું, કાંટા કે જાળ દ્વારા માછલાનું પાણીમાંથી બહાર નીકળી તરફડવું, કપાવું, જીવનપર્યત બંધનમાં રહેવું, પીંજરામાં પુરાઈ રહેવું, સ્વસમૂહથી જુદા પડવું, અગ્નિમાં નાંખીને અણીદાર સળિયા વડે વીંધાવું, દોહાવું, ડંડાથી ગળાનું બંધાવું, વાડામાં ગોંધાય રહેવું, કીચડવાળા પાણીમાં ડૂબવું, પાણીમાં ઘસડાવું, ખાડામાં પડવું, વિસમ સ્થાનમાં પડવું, દાવાનળમાં બળી મરવું વગેરે કષ્ટોથી પરિપૂર્ણ તિર્યંચગતિમાં દુઃખો ભોગવે છે.
આ રીતે હિંસાનું પાપ કરનાર પાપી જીવ સેંકડો પીડાઓથી પીડિત થઈને, શેષ રહેલા કર્મોને ભોગવવા માટે નરકગતિમાંથી પંચેન્દ્રિય તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પ્રમાદ અને રાગ-દ્વેષ દ્વારા સંચિત ઘણાં પાપકારી કર્મોના ઉદયે અત્યંત કર્કશ અશાતા વેદનાને ભોગવે છે.
વિવેચન :
નારકોની ઉત્પત્તિ પ્રાયઃ પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં થાય છે. તેનું કારણ પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ કર્યું છે.
તિર્યંચગતિના દુઃખો પ્રત્યક્ષ છે, મનુષ્યો દુઃખથી મુક્ત થવા અને સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી શકે છે. જ્યારે તિર્યંચોને પરાધીન પણે તે દુઃખો ભોગવવા જ પડે છે. માર, પીટ, વધ, બંધન, અંગોપાગ છેદન, ભાર વહન આદિ યાતનાઓ તેને સહન કરવી પડે છે.
હિંસા આદિના ઘોર પાપ કરનાર જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે અને દીર્ઘકાલ પર્યત ભયંકર વેદના ભોગવે છે. તેમ છતાં તે અશુભ કર્મો શેષ રહે તો તેને ભોગવવા માટે જીવને તિર્યંચ પંચેન્દ્રિયમાં જન્મ ધારણ કરવો પડે છે. આ તથ્યને પ્રગટ કરવા શાસ્ત્રકારે સાવવો શબ્દ પ્રયોગ કર્યો છે.
પ્રશ્ન થાય છે કે ૩૩ સાગરોપમ પર્યત ઘોર યાતનાનું વેદન કરવા છતાં કર્મો શેષ કેમ રહે છે? પમાય ર લોલ વહુનિયા–પ્રમાદ, તીવ્રરાગ અને દ્વેષ જજ કર્મો દીર્ઘકાલની સ્થિતિના હોય છે. આયુષ્ય કર્મથી અધિક સ્થિતિના કર્મો હોવાથી આયુષ્ય પૂર્ણ થવા છતાં કર્મો શેષ રહી જાય છે.
તાત્પર્ય એ છે કે વડાપ જન્મ ન નોઉ કૃત કર્મો ભોગવ્યા વિના મુક્તિ નથી. જીવ ગમે ત્યાં જાય, કૃત કર્મોનું પરિણામ તેને ભોગવવું જ પડે છે.
તિર્યંચ પંચેન્દ્રિય જાતિમાં પણ કર્મો શેષ રહે, તે ઉપરાંત ત્યાં પુનઃ તથા પ્રકારના અશુભકર્મોનો જ બંધ થાય તો તે જીવ વિકસેન્દ્રિય કે એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. ચોરેન્દ્રિય જીવોનું દુઃખ :|३५ भमरमसगमच्छिमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं णवहि-चउरिदियाणं