________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વસ્તુઓ માટે મુલાયમ ચામડાંની આવશ્યક્તા રહે અને તે સ્વાભાવિક રૂપે મરેલા પશુઓથી પ્રાપ્ત થતા નથી. સ્વાભાવિક રૂપે મરેલ પશુની ચામડી અપેક્ષાકૃત કઠોર હોય છે. અત્યંત મુલાયમ ચામડા માટે તો બહુધા નાના બચ્ચા અથવા ગર્ભસ્થ બચ્ચા વધ કરવો પડે છે. પહેલા ગાય-ભેંસ આદિનો વધ કરી પછી તેના પેટને ચીરી ગર્ભમાં રહેલ બચ્ચાને કાઢી તેની ચામડી ઉતારવી એ કેટલું નિર્દયતા પૂર્ણ કાર્ય છે ! આ નિર્દયતાની સામે રાક્ષસવૃત્તિ પણ શરમાઈ જાય છે. ! આ વસ્તુઓનો ઉપયોગ કરનારા પણ આ અમાનવીય, ઘોર પાપ માટે જવાબદાર છે. જો તેઓ આ વસ્તુઓનો ઉપયોગ ન કરે તો આવી હિંસા થવાનો પ્રસંગ ઉપસ્થિત થતો નથી. આધુનિક કાળમાં માંસાહાર નિરંતર વધી રહેલ છે. અનેક લોકોની એમ ધારણા છે કે પૃથ્વી પર વધતી જતી મનુષ્ય સંખ્યાને જોતાં માંસ ભોજન અનિવાર્ય છે. માત્ર નિરામિષ ભોજન, અન્ન, શાક, આદિની ઉપજ ઓછી છે, જેથી મનુષ્યોને આહારની સામગ્રી પર્યાપ્ત ન થાય. આ ધારણા સંપૂર્ણ ભ્રમપૂર્ણ છે. ડો. તારાચંદ ગંગવાલનું કથન છે કે "પરિક્ષણ યા પ્રયોગના આધારે સિદ્ધ થઈ ગયું છે કે એક પાઉંડ માંસ પ્રાપ્ત કરવા માટે લગભગ સોળ પાઉન્ડ અન્ન પશુઓને ખવડાવવામાં આવે છે."
૧૬
ડોકટર ગંગવાલનું વક્તવ્ય છે કે કેટલાક લોકોનીધારણા મુજબ શરીરને સબળ અને સશક્ત બનાવવાને માટે માંસાહાર જરૂરી છે. કેટલાક લોકોની એવી શ્રદ્ધા છે કે શરીરમાં જે ચીજની ઉણપ હોય તેનું સેવન કરવાથી તેની પૂર્તિ થઈ જાય છે. શરીર પુષ્ટિ માટે માંસ જરૂરી છે. આ તર્કના આધારે જ ઘણા લોકો માંસાહારની ઉપયોગિતા સિદ્ધ કરે છે. પરંતુ તેની વાસ્તવિકતા જાણવાને માટે શરીરમાં ભોજનની થતી પ્રક્રિયાને સમજી લેવી જોઈએ. આપણે ગ્રહણ કરેલા ભોજનની શરીરથી ગતિવિધિઓના સંચાલનને માટે આવશ્યક ઊર્જા અથવા શક્તિ પ્રાપ્ત થઈ શકે. આ ઊર્જા નો મુખ્ય સ્રોત છે વાયુ અને સૂર્ય. પ્રાણવાયુ
અથવા ઓક્સિજનથી જ આપણા ભોજનની પાચનક્રિયા–ઓક્સાઈડેશન સંપન્ન થઈ ઊર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રાણવાયુ (ઓક્સિજન) પ્રકૃતિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, વાયુમાં લગભગ પાંચમો ભાગ પ્રાણવાયુનો જ હોય છે.
શક્તિનો બીજો સ્રોત છે સૂર્ય, વેદોમાં અનેક મંત્રોદ્વારા સૂર્યની સ્તુતિ કરવામાં આવે છે. કારણ કે તે જીવનદાતા છે. સૂર્યથી જ આખું વનસ્પતિજગત ઉપન્ન થાય છે અને જીવતું રહે છે. આ જ વનસ્પતિઓ અથવા ખાદ્યાન્નથી આપણે જીવનને માટે સત્વ પ્રાપ્ત કરીએ છીએ. માંસાહાર કરનારા પણ અંતે તો સૂર્યની શક્તિ પર જ નિર્ભર રહે છે. પશુ-પક્ષીઓ પણ વનસ્પતિઓ ખાઈને જ વધે છે અને જીવે છે. આ પ્રકારે ગરમી, પ્રકાશ, વિદ્યુત, રાસાયણિક યા યાંત્રિક ઊર્જા પણ વાસ્તવમાં સૂર્યથી જ પ્રાપ્ત થાય છે.
આ પ્રકારે આપણા અસ્તિત્વને માટે અનિવાર્ય પદાર્થ વાયુ, ઊર્જા, ખનિજ, વિટામિન, પાણી અને વાય છે. ઊર્જાને માટે "કેલેરી" શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તે કાર્બોહાઇડ્રેટ, ચરબી, અને પ્રોટીનથી પ્રાપ્ત હોય છે.(એક લીટર પાણીને ૧૫ થી ૧૬ ડીગ્રી સેન્ટીગ્રેડસુધી ગરમ કરવા માટે જેટલી ગરમી અથવા ઊર્જાની જરૂર હોય છે. તેને એક કેલેરી કહેવામાં આવે છે.) એકગ્રામ કાર્બોહાઈડ્રેટથી ૪ કેલેરી, ૧ ગ્રામ ચરબીથી ૯ કેલેરી, અને એક ગ્રામ પ્રોટીનથી ૪ કેલેરી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શરીરમાં ઊર્જા અથવા શક્તિને માટે ચરબી અને કાર્બોહાઈડ્રેટ અતિ આવશ્યક છે.