________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
૧૫ ]
છે છતાં અત્યંત સંકિલષ્ટકર્મી પાપી પુરુષ આ બિચારા દીન-હીન પ્રાણીઓનો વધ કરે છે.
વિવેચન :
જગતમાં અગણિત પ્રાણીઓ છે. તેની ગણના સર્વજ્ઞ સિવાય અન્ય માટે શક્ય નથી અને તેનો નામનિર્દેશ તો સર્વજ્ઞ માટે પણ શક્ય નથી. તેથી અનેક સ્થાને વર્ગીકરણનો સિદ્ધાંત અપનાવી કથન કરાય છે. અહીં પણ હિંસ્ય જીવોનું કથન તિર્યંચ ત્રસ જીવોના માધ્યમથી કર્યું છે. તિર્યંચ ત્રસ જીવનાં બે ભેદ છે. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. વિકલેન્દ્રિય-અધુરી ઈન્દ્રિયવાળા જીવો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય. પંચેન્દ્રિયના પાંચ ભેદ–જલચર યાવતુ ખેચર. અહીં એકેન્દ્રિય-સ્થાવર જીવોની વિવક્ષા કરી નથી.
આ સર્વ પ્રાણીઓને જીવન પ્રિય છે. મરણ અપ્રિય છે. તેમ છતાં ક્રૂર પ્રાણી પોતાના સ્વાર્થ માટે અન્ય જીવોની હિંસા કરે છે. હિંસાનું પ્રયોજન :
? હિં વિહિં રોહિં, વિ તે ? ક્ન-વસ-મસ-મે-ળિયजग-फिप्फिस-मत्थुलुंग-हिययंत-पित्त-फोफस-दंतट्ठा-अद्विमिंज-णह-णयणઇ-જ્ઞાન-પર્વ-ઉન-સિં-વાઢિ-વિષ્ણુ-વિ-વિલી-વાતાં
हिंसंति य भमर-महुकरिगणे रसेसु गिद्धा तहेव तेइंदिए सरीरोवगरण?याए, किवणे बेइदिए बहवे वत्थोहर-परिमंडणट्ठा । ભાવાર્થ :- આ અનેક કારણોથી હિંસા કરાય છે, તે કારણો કયા છે? ચામડા, ચરબી, માંસ, મેદ, લોહી, જઠર(યકૃત), ફેફસા, મસ્તક(મગજ), હૃદય, આંતરડા, પિત્તાશય, ફોફસ(શરીરનું એક વિશિષ્ટ પ્રકારનું અવયવો, દાંત, હાડકાં, અસ્થિમજ્જા, નખ, આંખ, કાન, સ્નાયુ, નાક, ધમની(નાડી), શિંગડા, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત તથા શૂકરદાંત અને વાળને માટે હિંસક પ્રાણી જીવોની હિંસા કરે છે.
રસાસક્ત મનુષ્ય મધને માટે ભમરા અને મધમાખીની હિંસા કરે છે; શારીરિક સુખ અથવા દુઃખ નિવારણ કરવાને માટે માંકડ, જૂ આદિ તેઈન્દ્રિય જીવોનો વધ કરે છે; શરીર વિભૂષાર્થે, રેશમી વસ્ત્રોને માટે દીન એવા કીડા, પતંગિયા આદિ બેઈન્દ્રિય જીવોની ઘાત કરે છે. વિવેચન :
ઉપરોક્ત સૂત્રોમાં હિંસાના અનેક કારણોનો ઉલ્લેખ છે. માનવી વૃત્તિઓના પોષણ માટે અને મોજ શોખ માટે ક્રૂર રીતે અનેક જીવોની ઘાત કરે છે. વર્તમાને તેનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે.
અનેક પ્રકારના વાદ્યો, ચપ્પલ, બટવા, ઘડિયાળના પટ્ટા, કમરપટ્ટી, પેટી, બેગ, થેલા, આદિ ચામડાની અનેક વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે, તેના માટે પંચેન્દ્રિય જીવોનો વધ કરવામાં આવે છે. આ