________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૧
હેયતા પ્રગટ કરી છે.
હિંસાના ૩૦ નામ :
३ तस्स य णामाणि इमाणि गोण्णाणि होंति तीसं, तं जहा- पाणवहं, ૩મૂતળા સરીરાઓ, અવીસમો, હિતવિહિંસા તહા, અજ્ન્મિ ૨, પાયગા ય, મારા ય, વળા, કળા, તિવાવળા ય, આમસમારંભો, આયવમ્ભક્ષુવો મેળિકવળ- ગાલગા ય સંવદૃાસહેવો, મન્દૂ, અલંગમો, કામદ્દળ, વોમળ, પરમવ- સંગમાઓ, ટુ ફળવાઓ, પાવજોવો ય, પાવતોમો, વિચ્છેઓ, નીવિયતરનો, મયંરો, અળરો, વળ્યો, રિયાવળઞન્હો, વિનાસો, णिज्जवणा, लुंपणा, गुणाणं विराहणत्ति य । तस्स एयाणि एवमाईणि णामधिज्जाणि होंति तीसं, पाणवहस्स कलुसस्स कडुयफल देसगाई ॥
૯
ભાવાર્થ :- પ્રાણવધરૂપ હિંસાના વિવિધ અર્થના પ્રતિપાદક ગુણવાચક ત્રીસ નામ છે જેમ કે– (૧) પ્રાણવધ (૨) શરીરથી[જીવોના પ્રાણોનું] ઉન્મૂલન કરવું તે (૩) અવિશ્વાસ (૪) હિંસા વિહિંસા (૫) અકૃત્ય (૬) ઘાતકારી (૭) મારણ (૮) વધકારી (૯) ઉપદ્રવકારી (૧૦) અતિપાતકારી (૧૧) આરંભ– સમારંભ (૧૨) આયુકર્મનો ઉપદ્રવ, ભેદ, નિષ્ઠાપન, ગાલના, સંવર્તક અને સંક્ષેપ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કટક (સૈન્ય) મર્દન (૧૬) વ્યુપરમણ (૧૭) પરભવ સંક્રામણકા૨ક (૧૮) દુર્ગતિપ્રપાત (૧૯) પાપકોપ (૨૦) પાપલોભ (૨૧) છેદન (રર) જીવિત—અંતઃકરણ (૨૩) ભયંકર (૨૪ ) ૠણકર (૨૫) વજ્ર (૨૬) પરિતાપન આશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિર્માપના (૨૯) લુંપના (૩૦) ગુણોની વિરાધના. ઈત્યાદિ ક્લેશયુક્ત પ્રાણવધના કટુફળ નિર્દેશક આ ત્રીસ નામ છે.
વિવેચન :
આ સૂત્રમાં પણ પ્રકારાન્તરે હિંસાના કટુફળ નિર્દેશક પર્યાયવાચી ૩૦ નામનું કથન છે. પ્રત્યેક નામમાં દ્રશ્યકાલીન અર્થાત્ અભિવ્યક્ત હિંસાનું જ ચિત્રણ છે. તેમજ તેમાં હિંસાની પ્રવૃત્તિ, તેના કારણ અને તેના પરિણામનું પણ દર્શન થાય છે. યથા–
(૧) પાળવદ :- જે જીવને જેટલા પ્રાણ હોય છે, તેનું હનન થાય છે, માટે તેને પ્રાણવધ કહે છે. (૨) કમ્મૂલના સરીઓ - (ઉન્મૂલના શરીરાત્)જીવને શરીરથી જૂદો કરવો. પ્રાણીના પ્રાણોનો નાશ થાય છે માટે તે ઉન્મૂલના શરીર કહેવાય છે.
(૩) અવીસઁમો :- (અવિશ્રમ્ભ)અવિશ્વાસ, હિંસક વ્યક્તિ પર કોઈને વિશ્વાસ આવતો નથી. તે અવિશ્વાસજનક છે માટે અવિશ્રÆ છે.