________________
આ અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત થયેલ સૂત્રોનો આધાર લીધેલ છે. જેમાં મુખ્યત્વે બાવરથી પ્રકાશિત પૂજ્ય યુવાચાર્ય શ્રી મધુકર મુનિજીના અને લાડગૂંથી પ્રકાશિત આચાર્ય તુલસી તથા યુવાચાર્ય મહાપ્રાજ્ઞના પ્રશ્નવ્યાકરણ સૂત્રનો ઉપયોગ કર્યો છે, તે માટે તે સર્વ સંપાદકો અને પ્રકાશકોનો પણ હૃદયથી આભાર માનું છું.
આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા.એ આ શાસ્ત્રના સંપાદનનું કાર્ય કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ છે, પૂરેપૂરો સહયોગ આપી અત્યંત પરિશ્રમ સાથે અપ્રમત્ત દશાથી આ મારા અનુવાદને સૈદ્ધાંતિક દષ્ટિથી તપાસી આગમને અનેરો ઓપ આપેલ છે. તે બદલ તેમની પણ હું ઋણી છું. મારા તેમને લાખ લાખ વંદન.
ભાવયોગિની દાદી ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ. એ મારા લખેલા આ પ્રશ્નવ્યારણ સૂત્રને ખૂબ જીણવટભરી દષ્ટિથી જોઈને મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેમના શ્રી ચરણોમાં મારા કોટી કોટી વંદન. તેમજ અમારા ગુરુકુળવાસી સાધ્વી આરતી અને સુબોધિકાએ પણ કેવળ સ્વાધ્યાય રૂચિએ આગમનું પૂર્ણ સંશોધન કર્યું છે તે પણ અનુમોદનીય છે.
આ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો અનુવાદ કરી રહી છું ત્યારે મમ ગુરુણીમૈયા, વાત્સલ્યદાત્રી પૂ. સન્મતિબાઈ સ્વામીનો ઉપકાર તો કેમ ભૂલાય? તેમણે મને પ્રત્યેક સમયે અનુકૂળતાનો ઓપ આપ્યો એવા સન્મતિબાઈ સ્વામીનો ખૂબ ખૂબ આભાર સાથે તેમના શ્રીચરણોમાં વંદન.
મારી સાથે રહેનાર સહયોગી ઠાણા વડીલ ગુર્ધન પૂ. મીનળબાઈ સ્વામી તેમજ નાના ઠાણા શ્રી શ્વેતાંસીબાઈ મ. સ. એ મારા સંપૂર્ણ લેખનકાર્યમાં, પ્રફ સુધારવામાં, રીરાઈટ કરવામાં સમયે સમયે સાથ અને સહકાર આપેલ છે. તેમની આ સમયે ખૂબ ખૂબ કદર કરું છું તથા શુભેચ્છાની લાગણી વ્યક્ત કરું છું.
મેં જે અનુવાદ કર્યો છે તેમાં મારું કાંઈજ નથી. સર્વવડીલો અને ગુ–ગુણીના આશીર્વાદથી જ કાર્ય સંપૂર્ણ થયેલ છે. આ લેખનકાર્યમાં કોઈપણ જાતની ત્રટિઓ રહી જવા પામી હોય તો વીતરાગ ભગવાનની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં. ભૂલચૂક સુધારી વાંચવા વિનંતી કરું છું.
પૂ. મુક્ત–લીલમ સન્મતિ ગુન્શીના સુશિષ્યા
સાધ્વી સુનિતા.
|
43