________________
ઉપયોગ પણ યથાપ્રસંગે થયો છે. જે આગમ અભ્યાસથી જાણી શકાય છે.
સ
:
પ્રસ્તુત ગ્રંથમાં શૃંગાર, વીર, કણ, બીભત્સ આદિ સાહિત્યિક સર્વ રસોનો સમાવેશ થયો છે. જેમ કે હિંસા-આશ્રવોના કટફળોના વર્ણનમાં બીભત્સ અને તેનો ભોગ કરનારાના વર્ણનમાં કણરસની અનુભૂતિ થાય છે. પ્રાણી પોતાના ક્ષણિક સ્વાર્થની પૂર્તિ માટે કેટલા-કેટલા બીભત્સ કાર્ય કરી લે છે અને પરિણામની ચિંતા કર્યા વિના જ રૂદ્રતાની ચરમ સ્થિતિને ઉલંઘી જાય છે. પરંતુ ઉદયકાળમાં બનનારી તેની સ્થિતિ કરુણતાની સીમાએ પહોંચી જાય છે. પાઠકના મનમાં એક એવો સ્થાયી નિર્વેદભાવ ઉત્પન્ન થઈ જાય છે કે તે સ્વયં આશ્રવથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.
બ્રહ્મચર્ય આશ્રવના વર્ણનમાં શૃંગારરસથી પૂરિત અનેક ગદ્યાંશ છે. પરંતુ તેમાં ઉદ્દામ શૃંગાર નથી તે વિરાગભાવથી અનુપ્રાણિત છે. સર્વત્ર નિષ્કર્ષ રૂપે કહ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ ભોગ ભોગવનાર પણ અંતે કામભોગોથી અતૃપ્ત રહીને જ મરણ પામે
અહિંસા આદિ પાંચ સંવરોના વર્ણનમાં વીરરસની પ્રધાનતા છે. આત્મવિજેતાની અદીનવૃત્તિને પ્રભાવશાળી શબ્દાવલી પ્રકટ કરે છે. સર્વત્ર તેની મનસ્વિતા અને મનોબળની સરળતાનું દિગ્દર્શન કરાવ્યું છે.
આ રીતે પ્રસ્તુત આગમને કોઈ પણ કસોટી પર રાખીયે પરંતુ વાડમયમાં તેનું અનોખું અદ્વિતીય સ્થાન છે. સાહિત્યિક કૃતિ માટે જેટલી વિશેષતાઓ હોવી જોઈએ તે સર્વ તેમાં ઉપલબ્ધ છે.
પ્રસ્તુત સંસ્કરણ :
ગુજરાતી ભાષામાં આજ સુધીમાં ઘણું જ સાહિત્ય પ્રકાશિત થયેલ છે. તેમાં મુખ્યત્વે પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. દ્વારા બત્રીસ આગમો સંસ્કૃત ટીકા, હિન્દી અને ગુજરાતીમાં તેના અનુવાદ સહ પ્રકાશિત થયા છે.
41