________________
| પરિશિષ્ટ-રીવાર્તાઓ
૨૭૧ |
આ બાજુ શ્રીરામ લક્ષ્મણની પાસે પહોંચ્યા તો લક્ષ્મણે પૂછ્યું– ભાઈ ! આપ માતા સીતાને પર્ણકુટીમાં એકલી મૂકીને અહીં કેમ આવ્યા? રામ સિંહનાદને માયાજાળ સમજી અને તત્કાળ પોતાની પર્ણકુટીમાં પાછા આવ્યા. ત્યાં સીતાને ન જોઈને તેના વિયોગથી વ્યાકુળ થઈ મૂચ્છિત થઈ ગયા. લક્ષ્મણ પણ યુદ્ધમાં વિજય મેળવી પાછા આવ્યા. પોતાના મોટાભાઈની આ દશા અને સીતાનું અપહરણ જાણીને તે અત્યંત દુઃખી થયા. લક્ષ્મણ દ્વારા શીતોપચારથી રામ સભાન બન્યા અને બંને ભાઈ ત્યાંથી સીતાની શોધમાં ચાલી નીકળ્યા. માર્ગમાં તેમને ઋષ્યમૂક પર્વત પર વાનરવંશી રાજા સુગ્રીવ અને હનુમાન આદિ વિદ્યાધર મળ્યાં. ત્યાંથી સમાચાર મળ્યા કે રાવણ અહીંથી જ અકાશમાર્ગે સીતાને લઈ ગયો છે. તેથી બંને ભાઈઓ, સુગ્રીવ, હનુમાન આદિ વાનરવંશી સેના તથા સીતાના ભાઈ ભામંડળ આદિ વિદ્યાધરો સાથે લંકામાં પહોંચ્યા. શ્રી રામે સીતાને પાછી સોંપવાનું નમ્રભાવે રાવણને નિવેદન કર્યું પરંતુ રાવણનો અંતકાલ નજીક હોવાથી હિતકારી સૂચન તેને સમજાયું નહીં. અંતે યુદ્ધની દુર્દુભી વાગી, બંને પક્ષે અગણિત મનુષ્યોનો સંહાર થયો. છેવટે રાવણ રણસંગ્રામમાં આવ્યો, રાવણને પરાજિત કરવાની તાકાત વાસુદેવ લક્ષ્મણ સિવાય અન્યમાં ન હતી. તેથી જ જે જે યોદ્ધઓ સામે આવ્યા તે સર્વનો રાવણે સંહાર કર્યો. શ્રીરામના પક્ષમાં હાહાકાર મચી ગયો. અંતે રામના આદેશથી લક્ષ્મણ યુદ્ધમાં આવ્યા. બંને તરફથી શસ્ત્રપ્રહાર થવા લાગ્યો. લક્ષ્મણે રાવણ દ્વારા પ્રયુક્ત સર્વ શસ્ત્રોને નિષ્ફળ બનાવ્યા. અંતે ક્રોધાવેશમાં આવી રાવણે અંતિમ શસ્ત્ર રૂપે પોતાનું ચક્ર લક્ષ્મણ પર ચલાવ્યું. પરંતુ તે લક્ષ્મણની ત્રણ પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના જ જમણા હાથમાં જઈને અટકી ગયું. રાવણ હતાશ થઈ ગયો.
બસ! લક્ષ્મણજીએ તે ચક્ર ઘુમાવીને રાવણ પર છોડ્યું, ચક્ર દ્વારા રાવણનું માથું કપાઈને ભૂમિ પર પડી ગયું. રાવણ યમલોકનો અતિથિ બની ગયો. દ્રોપદી :
કાંપિલ્યપુરમાં દ્રુપદ નામે રાજા હતા, તેમની રાણીનું નામ ચલણી હતું. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન અને પુત્રીનું નામ દ્રૌપદી હતું. તે વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા દ્રુપદે સ્વયંવર મંડપની રચના કરાવી તથા બધા દેશના રાજા-મહારાજાને સ્વયંવરને માટે આમંત્રિત કર્યા. હસ્તિનાપુરનાં રાજા પાંડુના પાંચેય પુત્ર-યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ પણ આ
સ્વયંવર મંડપમાં પહોંચ્યા. મંડપમાં ઉપસ્થિત બધા રાજાઓ અને રાજપુત્રોને સંબોધિત કરતા દ્રુપદ રાજાએ પ્રતિજ્ઞાની ઘોષણા કરી કે આ વેધયંત્ર છે, તેના દ્વારા ઉપર ફરતી યંત્રસ્થ માછલીનું પ્રતિબિંબ નીચે રાખેલ કડાઈના તેલમાં પણ ફરી રહ્યું છે. જે વીર પુરુષ નીચે પ્રતિબિંબને જોઈ, તે માછલીનો ધનુષથી વેધ કરશે, તેને દ્રોપદી વરમાળા પહેરાવશે.
ઉપસ્થિત સર્વ રાજાઓએ પોતપોતાનું હસ્તકૌશલ્ય બતાવ્યું પરંતુ કોઈ મત્સ્યવેધ કરવામાં સફળ થઈ શકયા નહીં. અંતે પાંડવોનો વારો આવ્યો. પોતાના મોટાભાઈ યુધિષ્ઠિરની આજ્ઞા મળતા ધનુર્વિદ્યાવિશારદ અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ ઉપાડયું અને તત્કાલ લક્ષ્યવેધ કર્યો. લક્ષ્યવેધના કાર્યમાં સફળ થતાં જ અર્જુનના જયનાદથી સભામંડપ ગુંજી ઊઠયો. રાજા દ્રુપદે પણ અત્યંત હર્ષિત થઈને દ્રૌપદીને