________________
૨૪૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કમળોથી સુશોભિત અને મનોહર તથા જેમાં અનેક હંસ, સારસ, આદિ પક્ષીઓના યુગલ વિચરતા હોય તેવા નાના જળાશયો, ગોળ વાવડી, ચોરસ વાવડી, દીધિંકા–લાંબીવાવડી, નહેર, સરોવરોની લાઈન, સાગર, બિલ પંક્તિ, લોઢા આદિની ખાણોમાં ખોદેલ ખાડાની લાઈન, ખાઈ, નદી, સર–ખોલ્યા વિનાના કુદરતી રીતે બનેલ જલાશય, તડાગ-તળાવ, પાણીની ક્યારી અથવા ઉત્તમ મંડપ, જુદી જુદી જાતના ભવન, તોરણ, ચૈત્ય-સ્મારક, મંદિરો, સભા-માણસોને બેસવા માટેના સ્થાન, પરબ, આવસથપરિવ્રાજકોના આશ્રમ, સુનિર્મિત શયન-પલંગ આદિ, સિંહાસન આદિ આસન, શિવિકા–રથ અથવા સાંઝામિક રથ અને નર-નારીઓનો સમૂહ, આ સર્વ વસ્તુઓ જો સુંદર હોય, આકર્ષક રૂપવાળી હોય, આભૂષણો દ્વારા અલંકૃત અને સુંદર વસ્ત્રોથી સજાવેલ હોય, પૂર્વે કરેલી તપસ્યાના પ્રભાવથી સૌભાગ્ય પ્રાપ્ત હોય તો તેને જોઈને) તથા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મુક્કાબાજ, વિદૂષક, કથાકાર, પ્લવક, રાસ રમનાર, વાર્તાકાર, ચિત્રપટ લઈને ભીખ માગનારા, વાંસ ઉપર ખેલ કરનાર, તૂણઈલ્લ–તૂણા વગાડનાર, તુંબડાની વીણા વગાડનાર તથા તાલાચરોના વિવિધ પ્રયોગ જોઈને તથા કૌતુક જોઈને(આસક્ત બને નહીં) આ પ્રકારના અન્ય મનોજ્ઞ તથા દર્શનીય રૂપોમાં સાધુ આસક્ત થાય નહીં, અનુરક્ત બને નહીં તથા તેનું સ્મરણ કે વિચાર પણ કરે નહીં.
તે સિવાય ચક્ષુરિન્દ્રિયથી અમનોજ્ઞ અને પાપકારી રૂપોને જોઈને (રોષ કરે નહીં.) તે (અમનોજ્ઞ રૂ૫) કયા છે?
વાત, પિત, કફ, અને સન્નિપાતથી ઉત્પન્ન થતા ગંડરોગવાળાઓને; અઢાર પ્રકારના કુષ્ઠરોગીને; જલોદરના રોગીને; ખંજવાળવાળાને; શ્લીપદ રોગના રોગીને; લંગડાને, વામન–ઠીંગુજીને; જન્માંધને; એક આંખવાળાને; વિનિહત ચક્ષુવાળાને અર્થાત્ જન્મપછી જેની એક અથવા બન્ને આંખો ચાલી ગઈ હોય તેવાને; પિશાચગ્રસ્તને અથવા પીઠથી ચાલનારાને; વિશિષ્ટ ચિત્ત પીડારૂપ વ્યાધિ અથવા રોગથી પીડિતને (તેમાંથી કોઈને પણ જોઈને)તથા વિકૃત મૃતક કલેવરોને અથવા કણસતા કીડાથીયુક્ત સડેલ-ગળેલ દ્રવ્યરાશિને જોઈને અથવા તે સિવાય આ પ્રકારના અન્ય અમનોજ્ઞ અને પાપકારી રૂપોને જોઈને શ્રમણો તેના પ્રતિ રૂષ્ટ થાય નહીં યાવત મનમાં જુગુપ્સા, ધૃણા પણ ઉત્પન્ન કરે નહીં.
આ પ્રકારે ચક્ષુરિન્દ્રિય સંવરરૂપ ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનીને મુનિ યાવત્ ધર્મનું આચરણ કરે. ૩. ઘાણેન્દ્રિય સંયમ :१४ तइयं-घाणिदियएण अग्घाइय गंधाइंमणुण्णभद्दगाई-किंते? जलय-थलयસરસ-પુ–પત્ત-પાળભોયણ-૬-તાર-પત્ત-વાય-મનન-મ-પુતારસ fપfમલિ-પોલીસ-સરસ-રંગ-પૂર-નવા-સાર-વસુંધુમ-ક્રોલउसीर-सेयचंदण-सुगंधसारंग- जुत्तिवरधूववासे उउय- पिंडिम-णिहारिमगंधिए