________________
૨૪૨ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
ઉત્તમ મુરજ-મહામર્દલ, મૃદંગ, પણવ–નાનોપટહ, દૂર્દ-એક પ્રકારનું વાદ્ય જેનું મુખ ચામડાથી મઢેલું અને કળશ જેવા આકારનું હોય છે. કચ્છભી-વાદ્યવિશેષ, વીણા, વિપંચી અને વલ્લકી (વિશેષ પ્રકારની વીણાઓ) વદ્વીસક-વાદ્યવિશેષ, સુઘોષા નામનો એક પ્રકારનો ઘંટ, નંદી–બાર પ્રકારના વાજાના નિર્દોષ, સસૂરપરિવાદિની–એક પ્રકારની વીણા, વંશ-વાંસળી, તૂણક અને પર્વક નામનું વાદ્ય, તંત્રી-એક વિશેષ પ્રકારની વીણા, તલ-હસ્તતલ-તાલ-કાંસ્ય તાલ, આ બધા વાજીંત્રોના અવાજ સાંભળીને તથા નટ-નર્તક, જલ્લ-વાંસ કે દોરડા ઉપર ખેલનાર, મલ્લ-મુષ્ટિમલ, વિડમ્બક- વિદૂષક, કથક-કથા કહેનાર, પ્લવક-કૂદનારા, રાસ ગાનારા વગેરે દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના મધુર અવાજથી યુક્ત સુસ્વર ગીતોને (સાંભળીને) તથા કરધની-કંદોરા, મેખલા(વિશિષ્ટ પ્રકારનો કંદોરો) કલાપક-ગળાનું એક આભૂષણ, પ્રતરક અને પ્રહરેક નામનું આભૂષણ. ઘૂંઘરૂ-ઝાંઝરી, નાની નાની ઘૂઘરીવાળાં આભૂષણ, રત્નોરુજાલક-રત્નોનું જાંઘનું આભૂષણ, ક્ષુદ્રિકા નામનું આભૂષણ, નૂપુર, ચરણમાલિકા તથા કનકનિગડ નામનું પગનું આભૂષણ અને જાલક નામનું આભૂષણ. આ સર્વ ધ્વનિ–અવાજને (સાંભળીને)તથા લટકમટક ચાલતી સ્ત્રીઓની ચાલથી ઉત્પન્ન ધ્વનિ તથા તરુણવયની રમણીઓના હાસ્ય, વાતો તથા સ્વરઘોલન યુક્ત, મધુર, સુંદર શબ્દ સાંભળી સાધુએ તેમાં આસક્ત થવું નહીં, રાગ કરવો નહીં, ગૃદ્ધિઅપ્રાપ્તિની અવસ્થામાં તેની પ્રાપ્તિની અપેક્ષા કરવી નહીં, મુગ્ધ બનવું નહીં, તે નિમિત્તે પોતાના ચારિત્રનો ઘાત કરવો નહીં, લુબ્ધ બનવું નહીં, પ્રાપ્ત થવા પર પ્રસન્ન થવું નહીં. હસવું નહીં. આવા શબ્દોને યાદ કરવા નહીં અને વિચાર પણ કરવો નહીં.
તે સિવાય શ્રોત્રેન્દ્રિયને માટે અમનોજ્ઞ–મનમાં અપ્રીતિજનક અભદ્ર શબ્દોને સાંભળીને રોષ (દ્રષ) કરે નહીં.
તે શબ્દ કયા છે, કેવા પ્રકારના છે?
'તું મરી જા' વગેરે આક્રોશ વચન; પરુષ–અરે મૂર્ખ ઈત્યાદિ કઠોર વચન; ખિંસના–નિંદા, અપમાન; તર્જના–ભયજનક વચન, નિર્ભત્સના–'સામેથી દૂર થા' વગેરે વચન; દીપ્ત-ક્રોધ યુક્ત વચન; ત્રાસજનક વચન; ઉત્નજિત-અસ્પષ્ટ ઉચ્ચ ધ્વનિ; રુદન ધ્વનિ, રટિત–રાડો પાડીને રોવું; ક્રન્દનવિયોગજનિત વિલાપ; નિવૃષ્ટ–નિર્દોષરૂપ ધ્વનિ; રસિત-જાનવરો જેવો અવાજ; કરુણા ભરેલ શબ્દ તથા વિલાપજનિત શબ્દ, આ બધા શબ્દોમાં તથા આવા પ્રકારના અન્ય અમનોજ્ઞ અને અભદ્ર શબ્દોમાં સાધુએ રોષ કરવો નહીં; તેની હિલના, નિંદા, કરવી નહીં. માનવ-મેદની સમક્ષ તેને ખરાબ કહેવા નહીં, અમનોજ્ઞ શબ્દ ઉત્પન્ન કરનાર વસ્તુનું છેદન ભેદન કરવું નહીં કે તેનો નાશ કરવો નહીં. પોતાના અથવા બીજાના હૃદયમાં જુગુપ્સા ઉત્પન્ન કરવી નહીં.
આ પ્રકારે શ્રોતેન્દ્રિય(સંયમ)ની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા સાધુ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપ શુભ-અશુભ શબ્દોમાં, રાગ-દ્વેષના સંવરવાળા, મન, વચન અને કાયાનું ગોપન કરનારા, સંવરયુક્ત અને ગુપ્તેન્દ્રિય-ઈન્દ્રિયોનું ગોપનકરીને ધર્મનું આચરણ કરે.