SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २४० શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફલિત આશય સ્પષ્ટ છે. શ્રમણોની વિહારચર્યા અને નિગ્રંથ પ્રવચન : ११ गा गा गरायं णयरे णयरे य पंचरायं दूइज्जते य जिइंदिए जियपरीसहे णिब्भओ विऊ सच्चित्ताचित्तमीसगेहिं दव्वेहिं विरायं गए, संचयाओ विरए, मुत्ते, लहुए, णिरवकंखे जीवियमरणासविप्पमुक्के णिस्संधि णिव्वणं चरित्तं धीरे काएण फासयंते सययं अज्झप्पज्झाण जुत्ते, णिहुए, एगे चरेज्ज धम्मं । इमं च परिग्गहवेरमण परिरक्खणट्टयाए पावयणं भगवया सुकहियं अत्तहियं पेच्चाभावियं आगमेसिभद्दं सुद्धं णेयाउयं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाणं विडवसमणं । ભાવાર્થ :- મુનિ દરેક ગામમાં એક અહોરાત્રિ અને દરેક નગરમાં પાંચ અહોરાત્રિ સુધી વિચરતા રહેછે, કારણ કે તે જિતેન્દ્રિય, પરીષહ વિજેતા, નિર્ભય, વિદ્વાન, ગીતાર્થ, સચેત(જીવાદિ), અચેત(જીવાદિ) અને મિશ્ર– આભૂષણ યુક્ત દાસ વગેરે મિશ્રિત દ્રવ્યોમાં વૈરાગ્યભાવ યુક્ત હોય છે. વસ્તુઓનો સંગ્રહ કરવાથી વિરત, મુક્તિનિર્લોભ વૃત્તિવાળા, લઘુ–ત્રણ પ્રકારના ગૌરવથી રહિત અને પરિગ્રહના ભારથી પણ રહિત, જીવન અને મરણની આશા-આકાંક્ષાથી હંમેશાં મુક્ત, ચારિત્ર પરિણામના વિચ્છેદથી રહિત–તેના ચારિત્ર-પરિણામ હંમેશાં વિદ્યમાન રહે છે; ક્યારેય ભગ્ન થતા નથી. તેઓ નિરતિચાર–નિર્દોષ ચારિત્રનું ધૈર્યપૂર્વક શારીરિક ક્રિયાઓ વડે પાલન કરે છે. હંમેશાં તેઓ અધ્યાત્મ ધ્યાનમાં નિરત, ઉપશાંતભાવ યુક્ત તથા એકાકી બનીને ધર્મનું આચરણ કરે છે. પરિગ્રહ વિરમણવ્રતના પરિરક્ષણના હેતુથી ભગવાને આ પ્રવચન—ઉપદેશ કહ્યો છે. આ પ્રવચન આત્મા માટે હિતકારી છે. આગામી ભવોમાં ઉચ્ચ પ્રકારનું ફળ આપનાર છે અને ભવિષ્યમાં કલ્યાણકારી છે. તે શુદ્ધ, ન્યાય યુક્ત, અકુટિલ, અનુત્તર– સર્વમાં શ્રેષ્ઠ અને સર્વ દુઃખો તથા પાપોને શાંત કરનાર છે. વિવેચન : ગામે ગામે ય ારાય :- આ સૂત્રમાં મુનિને નાના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ સુધી સ્થિરતા કરવાનું કહ્યું છે. આ બાબતમાં ટીકાકારે કહ્યું છે કે- તત્ત્વ ભિક્ષુપ્રતિમાપ્રતિપન્નસાપેક્ષવા સૂત્રમવાન્તવ્યમ્ । - પ્ર. વ્યા. આામોય. રૃ. ૮ આ કથન ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્ન અણગાર માટે છે. સર્વ સામાન્ય સાધુઓ માટે આ વિધાન નથી. અહીં ભિક્ષુની બાર પ્રતિમા પ્રતિપક્ષ અણગારને ન સમજાતા જિનકલ્પી અથવા યથાલંદિક–વિશિષ્ટ અભિગ્રહધારી શ્રમણ સમજવા.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy