________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫ p.
[ ૨૩૯]
एगदिट्ठी । आगासं चेव णिरालंबे । विहगे विव सव्वओ विप्पमुक्के । कयपरणिलए जहा चेव उरए । अप्पडिबद्धे अणिलोव्व । जीवोव्व अपडिहयगई । ભાવાર્થ :- શ્રમણ નિગ્રંથોની વિશેષતાને સમજાવવા શાસ્ત્રકારે તેમને ૩૧ ઉપમાઓથી ઉપમિત કર્યા
(૧) નિર્મળ કાંસ્ય પાત્ર જલના લેપથી મુક્ત રહે છે તેમ સાધુ રાગ આદિના લેપથી મુક્ત, (૨) શંખની જેમ નિરંજન અર્થાતુ રાગ આદિના કાલુષ્યથી રહિત, (૩) કૂર્મ-(કચ્છ૫) કાચબાની જેમ ઈન્દ્રિયોનું ગોપન કરનારા-ગુપ્તેન્દ્રિય, (૪) ઉત્તમ શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત, (૫) કમલપત્રની જેમ નિર્લેપ, (૬) ચન્દ્રની જેમ સૌમ્ય, (૭) સૂર્યની જેમ તપ તેજથી દેદીપ્યમાન, (૮) મેરુ પર્વતની જેમ અચલ–પરીષહ આદિમાં અડગ, (૯) સાગરની જેમ ક્ષોભરહિત અને સ્થિર, (૧૦) પૃથ્વીની જેમ સમસ્ત અનુકૂળ અને પ્રતિકૂળ સ્પર્શોને સહન કરનારા-ક્ષમાશીલ, (૧૧) ભસ્મરાશિથી આચ્છાદિત અગ્નિની જેમ તપના તેજથી દીપ્ત, (૧૨) પ્રજ્વલિત અગ્નિની જેમ દેદીપ્યમાન, (૧૩) ગોશીર્ષ ચંદનની જેમ શીતલ [ઉપશાંત કષાયી]અને શીલની સૌરભથી યુક્ત, (૧૪) (પવન રહિત) સરોવરની જેમ પ્રશાંત, (૧૫) માંજીને અથવા ઘસીને ચમકાવેલ નિમેળ દર્પણ તલની જેમ સ્વચ્છ, પ્રગટરૂપે માયા રહિત હોવાથી નિર્મલ.
(૧૬) ગજરાજની જેમ કર્મશત્રુને પરાજિત કરવામાં શૌર્યવાન, (૧૭) વૃષભની જેમ સ્વીકૃત ભારનો નિર્વાહ કરનાર, (૧૮) મુગાધિપતિ સિંહની જેમ પરીષહ આદિથી અપરાજિત, (૧૯) શરત્કાલીન પાણીની જેમ સ્વચ્છ હૃદયવાળા, (૨૦) ભારંડ પક્ષીની જેમ અપ્રમત-હંમેશાં સજાગ, (૨૧) ગેંડાના શીંગડાની જેમ એકાકી–અન્યની સહાયતાની અપેક્ષા ન રાખનારા, (રર) સ્થાણુની જેમ ઊર્ધ્વકાયકાર્યોત્સર્ગમાં સ્થિત, (૨૩) શુન્યગ્રહની જેમ અપ્રતિકર્મ, જેમ શુન્યઘર-અત્યંત જીર્ણ-શીર્ણ–પ્રાચીન પડેલા મકાનને સાફ કરી સજાવતા નથી, તે જ રીતે શરીરની સાજ-સજાવટથી રહિત, (૨૪) વાયુરહિત ઘરમાં, પ્રગટેલા દિપકની જેમ વિવિધ ઉપસર્ગ પરીષહના પ્રસંગે પણ શુભ ધ્યાનમાં અચળ રહેનારા, (૨૫) શુર–અસ્ત્રાની જેમ એક ધારવાળા, એક ઉત્સર્ગ માર્ગમાં જ પ્રવૃત્તિ કરનાર, (૨૬) સર્પની જેમ એક દષ્ટિવાળા-પોતાના લક્ષ્ય પર એક માત્ર દષ્ટિ રાખનારા, (૨૭) આકાશની જેમ નિરાવલંબીસ્વાવલંબી, (૨૮) પક્ષીની જેમ વિપ્રમુક્તપૂર્ણ રીતે અપરિગ્રહી, (૨૯) સર્પની જેમ અન્ય માટે નિર્મિત સ્થાન પર રહેનાર, (૩૦) પવનની જેમ અપ્રતિબદ્ધપણે વિચરનાર, (૩૧) દેહ રહિત જીવની જેમ અપ્રતિહત ગતિવાળા-સ્વેચ્છાપૂર્વક યત્ર-તત્ર વિચરનારા.
વિવેચન :
સુત્રોક્ત ઉપમા દ્વારા સાધુ જીવનની વિશિષ્ટતા, ઉજ્જવલતા, સંયમ પ્રતિ અડગતા, સ્વાવલંબીપણું, અપ્રમતપણું, સ્થિરતા, લક્ષ પ્રત્યેની સજાગતા, આંતરિક શુચિતા, દેહપ્રત્યે અનાસક્તિ, સંયમનિર્વાહ સંબંધી ક્ષમતા આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉપમા દ્વારા