________________
૨૩૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
મૃરિકોપલિપ્ત-માટી આદિથી વાસણનું મોટું બંધ કરેલ પદાર્થ. કલ્પનીય ભિક્ષા :|६ अह केरिसयं पुणाइ कप्पइ ? जं तं एक्कारस-पिंडवायसुद्धं किणणहणण-पयण-कय-कारियाणुमोयण-णवकोडीहिं सुपरिसुद्धं, दसहि य दोसेहिं विप्पमुकं उग्गम-उप्पायणेसणाए सुद्धं, ववगय-चुयचावियचत्त-देहं च फासुयं ववगय-संजोग-मणिंगालं विगयधूमं छट्ठाण णिमित्तं छक्कायपरिरक्खणट्ठा हणिं हणिं फासुएण भिक्खेणं वट्टियव्वं । ભાવાર્થ :- કેવા પ્રકારનો આહાર સાધુ માટે ગ્રહણ કરવા યોગ્ય છે?
જે આહાર એકાદશી (અગિયાર)પિંડપાતથી શુદ્ધ હોય, અર્થાત્ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પિંડેષણા નામના પ્રથમ અધ્યયનના અગિયાર ઉદ્દેશકમાં પ્રરૂપિત દોષોથી રહિત હોય; ખરીદવું, હિંસા કરવી અને પકાવવું આ ત્રણ ક્રિયાઓથી કૃત, કારિત અને અનુમોદન, આ નવ કોટિથી પૂર્ણરૂપે શુદ્ધ હોય, જે એષણાના દશ દોષોથી રહિત હોય; જે ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા અર્થાત્ ગવેષણા અને ગ્રહણ્ષણારૂપ એષણાદોષથી રહિત હોય; જે સામાન્ય રૂપથી નિર્જીવ બનેલ, જીવથી વ્યુત થયેલ હોય, તેથી જે પ્રાસુક–અચેતન બની ગયો હોય; જે આહાર સંયોગ અને અંગાર-પ્રશંસા રૂપ માંડલાના દોષથી રહિત હોય અને નિંદરૂપ ધૂમદોષથી રહિત હોય, જે છ કારણોમાંથી કોઈ કારણથી ગ્રહણ કરાયેલ હોય અને છ કાયોની રક્ષા માટે સ્વીકૃત કરાયેલ હોય એવા પ્રાસુક આહારાદિથી હંમેશાં નિર્વાહ કરવો જોઈએ.
વિવેચન :
દેહાસક્તિના ત્યાગી સાધક શરીરનો નિર્વાહ અનાસક્તભાવે કઈ રીતે કરે છે? તે માટે સૂત્રકાર વિધિ અને નિષેધરૂપે નિયમોનું ક્રમશઃ પ્રતિપાદન કરે છે. આ સૂત્રમાં પણ ભિક્ષાચર્યાના નિયમોનું જ કથન છે. સાધુ અનાહારક પદની પ્રાપ્તિ માટેની સાધના કરી રહ્યા હોય તો પણ સાધનાના આધારભૂત શરીરના નિર્વાહ માટે આહાર કરવો પડે છે. શાસ્ત્રમાં આહાર ગ્રહણના છ કારણનો ઉલ્લેખ છે.
યથા (૧) ક્ષુધા વેદનીયની ઉપશાંતિ માટે (૨) વૈયાવચ્ચ(આચાર્ય વિગેરે ગુરુજનોની સેવા શુશ્રુષા કરવા)નું સામર્થ્ય રહે તે માટે (૩) ઈર્યાસમિતિનું સમ્યક પ્રકારે પાલન કરવા માટે (૪) સંયમનું પાલન કરવા માટે (૫) પ્રાણરક્ષા–જીવનનિર્વાહ માટે (૬) ધર્મચિંતનને માટે. આ જ કારણમાંથી એક કે અનેક કારણે સાધુ આહાર ગ્રહણ કરે. આહાર ગ્રહણ કરે ત્યારે પ્રાસુક(જીવ રહિત-અચેત) અને એષણીયગૌચરી સંબંધી પ્રત્યેક દોષ રહિત-નિર્દોષ આહાર ગ્રહણ કરે. તેની આહાર ગવેષણામાં, ગ્રહણ કરવામાં કે પરિભોગમાં રસેન્દ્રિયનું પોષણ ન થાય અને અન્ય જીવોની હિંસા ન થાય, તેના માટે સાવધાન રહે. મૂચ્છભાવનો ત્યાગ કરીને શરીર નિર્વાહ કરે છે.